GSTV

જબરદસ્ત આઈડીયા/ નોકરી છોડી કરો આ શાનદાર બિઝનેસ, દર મહિને થશે 1 લાખ રૂપિયાની કમાણી, સરકાર પણ આપશે સબ્સિડી

Last Updated on January 15, 2022 by Pravin Makwana

જો આપ બિઝનેસ માટે ખેતીમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છો, તો મૌસમી ખેતી ઉપરાંત અન્ય કેટલાય વિકલ્પો પણ આપની સામે હશે. જે આપને નફાની ગેરેન્ટી પણ આપે છે. તેમાંથી જ એક છે મરઘાંપાલનનો બિઝનેસ. જો આપ નાના પાયે પોલ્ટ્રી ફાર્મ શરૂ કરવા માગો છો તો, તેમાં ઓછામાં ઓછા 50,000 રૂપિયાથી 1.5 લાખ રૂપિયાની વચ્ચે ખર્ચ આવશે. જો નાના પાયે એટલે કે, 1500 મરઘીઓ લઈને ફાર્મિંગની શરૂઆત કરશો તો, આપ 50,000 હજારથઈ 1 લાખ રૂપિયા દર મહિને સુધી કમાઈ શકો છો.

સૌથી પહેલા પૈસાની વાત

જો આપ નાના પાયે પોલ્ટ્રી ફાર્મ શરૂ કરવા માગો છો તો ઓછામાં ઓછા 50,000 રૂપિયાથી 1.50 લાખ સુધીનો ખર્ચો આવશે. જો આપ આ જ બિઝનેસને મોટા પાયે સેટઅપ કરવાનું વિચારી રહ્યા છો, તો લગભગ 1.5 લાખથી 3.5 લાખ રૂપિયાની વચ્ચે ખર્ચો આવશે. પોલ્ટ્રી બિઝનેસ શરૂ કરવામાં કેટલીય ફાઈનાન્સિયલ સંસ્થાઓ બિઝનેસ લોન પણ આપે છે.

સરકાર આપશે 35 ટકાની સબ્સિડી

પોલ્ટ્રી ફાર્મના બિઝનેસની લોન પર સબ્સિડી લગભગ 25 ટકા હોય છે. તો વળી એસ-એસટી વર્ગના લોકોને પ્રોત્સાહન આપવા માટે આ સબ્સિડી 35 ટકા સુધી આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કતે, આ બિઝનેસની ખાસિયત એ છે કે, તેમાં અમુક રકમ જાતે લગાવાની હોય છએ અને બાકીની લોનથી મળી જાય છે.

આવી રીતે કરો બિઝનેસનું પ્લાનિંગ

કમાણી ભલે સારી હોય પણ બિઝનેસમાં હાથ અજમાવતા પહેલા સારી એવી ટ્રેનીંગ લેવી જરૂરી છે. 1500 મરઘીઓનો ટાર્ગેટથી કામ શરૂ કરવા માગતા હોવ તો, 15 ટકા વધારે બચ્ચા ખરીદવા પડશે. કારણ કે, કસમયે બિમારીના કારણે મરઘીઓના બચ્ચામાં ખતરો પણ રહે છે.

ઈંડામાંથી થશે જબરદસ્ત કમાણી

દેશમાં ઈંડાનો ભાવ વધવા લાગ્યો છે. ઓક્ટોબરની શરૂઆતમાંથી ઈંડા 7 રૂપિયા લેખે એક નંગ વેચાઈ રહ્યું છે. પણ હેરાન કરનારી વાત એ છેકે, ઈંડાની કિંમત વધતાની સાથે મરઘીઓ પણ મોંઘી થઈ ગઈ છે.

મરઘીઓ ખરીદવાનું બજેટ 50 હજાર રૂપિયા

એક લેયર પેરેન્ટરની બર્થની કોસ્ટ લગભગ 30થી 35 રૂપિયા હોય છે. એટલે કે, મરઘીઓ ખરીદવા માટે 50 હજાર રૂપિયાના બજેટની જરૂર પડશે. હવે તેનું પાલન કરવા માટે અલગ અલગ રીતના ખાવાના ખોરાકની પણ જરૂર પડશે. સાથે જ મેડિકેશન પર પણ ખર્ચો થશે.

READ ALSO

Related posts

કામની વાત/ ચેક કરી લેજો, ક્યાંક આપના પાન કાર્ડનો ખોટો ઉપયોગ નથી થતો ને, ચેક કરી લો આપની પાન હિસ્ટ્રી

Pravin Makwana

માઠા સમાચાર/ રેમો ડિસૂજાના સાળાનું નિધન, ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યો, રેમોની પત્નીએ લખી ભાવૂક પોસ્ટ

Pravin Makwana

Corona cases in Delhi : 24 કલાકમાં દિલ્હીમાં 43 મૃત્યુ, 12306 પોઝિટિવ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!