GSTV
Home » News » બટાટાની માંગ વધતા ખેડૂતો અને વેપારીઓના ચહેરા પર ખુશી

બટાટાની માંગ વધતા ખેડૂતો અને વેપારીઓના ચહેરા પર ખુશી

બટાટાની માંગમાં તેજી આવતા બનાસકાંઠામાં બટાટાના ખેડૂતો અને વેપારીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. અન્ય રાજ્યોમાં પણ બટાટાની માંગ વધતા વેપારી પણ ખેડૂતોને ઊંચા ભાવ આપી રહ્યા છે. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે બટાટાનું ઉત્પાદન પણ ઘટ્યું હોવાનું વેપારીઓનું માનવું છે. જેના કારણે બટાટામાં તેજી આવી છે.

બટાટાના ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા બનાસકાંઠામાં બટાટાના પૂરતા ભાવો ન મળવાને કારણે છેલ્લા 4-5 વર્ષમાં વેપારીઓએ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે સામાન્ય તેજી બાદ ધીરેધીરે અન્ય રાજ્યોમાં બટાટાની માંગ વધતા વેપારીઓએ ખેડૂતોના ખેતરમાં પહોંચી ઉંચા ભાવે બટાટાની ખરીદી શરૂ કરી. જેના કારણે બટાટામાં ભારે તેજી આવી ગઇ છે. સતત ચાર-પાંચ વર્ષમાં ન મળેલા ભાવો આ વખતે ખેડૂતોને મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોના ચહેરા પર પણ ચમક આવી ગઇ છે.

બટાટાના વેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષ કરતા આ વખતે બટાટાનું વાવતેર ઘટ્યું છે. અને ઉત્પાદન ઘટવાના કારણે તેજી આવી છે. 2014 બાદ પ્રથમ વખત આટલી તેજી જોવા મળતા ખેડૂતોને પૂરતા ભાવો મળી રહ્યા છે.

બીજી તરફ બનાસકાંઠામાં બટાટાનું વાવેતર અને ઉત્પાદન ઘટી જતા અનેક કોલ્ડ સ્ટોરેજ ખાલી રહ્યા છે. બટાટાનું ઉત્પાદન ઘટતા માંગ વધી છે. અને ખેડૂતોને 20 કિલો બટાટાના 200 થી 250 રૂપિયા મળી રહ્યા છે. આથી બટાટાના વેપારીઓ માંગ મુજબ અન્ય રાજ્યોમાં કે સ્ટોરેજમાં બટાટાનો સ્ટોક કરી રહ્યા છે.

હાલ મોટા ભાગના બટાટાનો સ્ટોક કોલ્ડ સ્ટોરેજમાં છે. પરંતુ હાલની તેજી જોતા આગામી સમયમાં બટાટાની માંગ વધુ નીકળે તેવી પૂરી શક્યતા છે. જેના કારણે બનાસકાંઠાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે તેમ ચોક્કસપણે કહી શકાય.

Related posts

છોટા ઉદેપુરના પ્રવાસે ગયેલા ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ વાયરલ ઈન્ફેક્શનની ઝપટમાં આવી ગયા

Mayur

આ વીડિયો જોઈ દુનિયાભરના લોકો રહી ગયા દંગ, જ્યારે અજગરે કૂતરાને આરોગી બહાર કાઢ્યો અને જોયું તો…

Nilesh Jethva

Video: કાળા માથાનો માનવી ગમે તે કરે, આ ભાઈએ અંતરિક્ષમાં ડિજે વગાડી ધબધબાટી મચાવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!