GSTV

ડુંગળીની સાથે રહીને બટાટા પણ થયા બદનામ/ જથ્થાબંધ ભાવ 3200 રૂપિયા હોવા છતાં ગ્રાહકો પાસે આવતા કેમ 50 રૂપિયે કિલો થયા !

  • દેશના કુલ ઉત્પાદનના બટાટામાંથી અડધા તો કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે
  • જથ્થાબંધ ભાવ ગ્રાહકો સુધી આવતા આવતા વધી રહ્યા છે ભાવ
  • ખેડૂતો પાસેથી 5 રૂપિયે કિલો ખરીદવાના અને એ જ બટાટા ગ્રાહકો સુધી 50 રૂપિયે કિલો વેચાય છે
  • ડુંગળીની માફક બટાટાની જમાખોરી પર પણ લિમિટ લગાવવાની જરૂર

ડુંગળીના સ્ટોક પર લિમિટ લગાવતા તુરંત જ તેના ભાવ ઘટવા લાગ્યા છે. પણ શાકભાજીના રાજા એવા બટાટાના ભાવ સતત વધતા જાય છે. જો તેના પર પણ લિમિટ ન લગાવી તો બટાટાના ભાવ આસમાને જવાના છે. દેશના કુલ ઉત્પાદનમાં લગભગ અડધા ભાગના બટાટા કોલ્ડ સ્ટોરમાં સંઘરી રાખવામાં આવ્યા હતા, જેના કારણે જથ્થાબંધ માર્કેટમાં તેનો રેટ 50 રૂપિયા કિલોથી પણ ઉપર ચાલ્યા ગયા છે. આટલો ભાવ તો ત્યારે પણ નહોતો લાગ્યો જ્યારે દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન લગાવમાં આવ્યુ હતું. હૈરાન કરનારી વાત તો એ છે કે, એક બાજૂ કોલ્ડ સ્ટોરમાં બટાટાનો ઢગલો પડ્યો છે જ્યારે બીજી બાજૂ જનતાના ખીસ્સા ખાલી કરવાનો કારસો રચાઈ રહ્યો છે.

આ જથ્થાબંધ ભાવ રિટેલમાં શા માટે નહીં વધે

કેન્દ્ર સરકારની ઓનલાઈન બજાર ઈ-નામ પર બટાટાનો વધુમાં વધુ જથ્થાબંધ ભાવ 3200 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગયા છે. હવે આપ વિચારો જ્યારે જથ્થા બંધ ભાવ આટલો હોય તો ગ્રાહક સુધી આવતા આવતા કિંમત શુ કામ નહીં 50 રૂપિયાથી વધારે થાય. દેશના સૌથી મોટો બટાટા ઉત્પાદન રાજ્ય યુપીના આગરાની વાત કરીએ તો, અહીં તેનું મોડલ પ્રાઈઝ 2100 રૂપિયા ક્વિંટલ સુધી પહોંચી ગયા છે. જો કે આ તો બટાટાનો ગઢ છે, મેરઠ અને પ્રયાગરાજમાં તેનો મોડલ ભાવ 2400 રૂપિયા ક્વિંટલ સુધી પહોંચી ગયો છે. સહારનપુરમાં 2600 અને ઉન્નાવમાં તેનો વધુમાં વધુ જથ્થાબંધ ભાવ 2693 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગયો છે.

દેશમાં કુલ કેટલુ ઉત્પાદન

કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જાહેર કરેલા એક રિપોર્ટમાં હાલમાં 22 લાખ હેક્ટર જમીનમાં બટાટાનું ઉત્પાદન થઈ રહ્યુ છે. 2019-20માં 508.57 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયુ હતુ. જેમાં સૌથી વધારે ભાગીદારી યુપીની 27.54 ટકા હતી, જ્યારે 25.88 ટકા પશ્ચિમ બંગાળ તથા 15.16 ટકા બિહારની ભાગીદારી હતી.

ભારતમાંથી બટાટાની નિકાસ

કૃષિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ હતું કે, કુલ ઉત્પાદનનું લગભગ અડધુ એટલે કે, 214.25 લાખ ટન બટાટા કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધી ભારતમાં 1,47,009 ટન બટાટાની નિકાસ કરીને 262.98 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે 2019માં અમે 4,32,895 ટન બટાટા એક્સપોર્ટ કરીને 547.14 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!