GSTV

આ રીતે ઘરે જ બનાવો સિમ્પલ રેરિસી, માઉથ વોટરિંગ Potato Cheese Cake ફટાફટ થઈ જશે તૈયાર

Potato Cheese Cake

પોટેટો ચીઝ કેક રેસિપી (Potato Cheese Cake Recipe): પિઝ્ઝા, પાસ્તા, સમોસા, ભજીયા વગેરે ખાઈ ખાઈને કંટાળી ગયા છો અને કંઈક નવો સ્ટેસ્ટ જોઈએ છે? તમે આ વખતે કંઈક નવું બનાવવો. બટાકા અને ચીઝથી ભરપુર આ રેસિપી તમને અને તમારા પરિવારને ખૂબ પસંદ આવશે.

સામગ્રી

  • 1 કપ બાફેલા મેશ બટાકા
  • ¼ કપ જીણી સમારેલી ડુંગળી
  • ¼  કપ લીલી ડુંગળી
  • ½ કપ ચીઝ
  • 1 ચમચી માખણ અથવા ધી
  • 2 ચમચી મેદો
  • 1 નાની ચમચી મીઠુ
  • 1 નાની ચમચી કાળા મરીનો ભુક્કો
  • 1 નાની ચમચી ચીલી ફલેગસ
  • 2 ચમચી કેપ્સીકમ, ગાજર, લીલી ડંગળી
  • 1-2 ચમચી માયોનીઝ અને ટોમેટો સોસ

પોટેટો ચીઝ કેક રેસિપી

પોટેટો ચીઝ કેક બનાવવા માટે એક મોટા બાઉલમાં મસળેલા બટાકા, લીલી ડુંગળી, અને ચીઝ નાખીને મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લો

ગેસ પર પેન ચઠાવો. તેની ધીમી આંચ રાખો અને બટર લગાવો. હવે બટર ઓગળે એટલે બેટર તેના પર પાથરો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બેટર વધારે પાતળું કે વધારે જાડુ ન હોય. તેને ઓછામાં ઓછા 1થી 2 મિનિટ માટે પકવો. ત્યાર બાદ તેને પલટીને પણ શેકી લો.

હવે આ હલ્કો ગોલ્ડન બ્રાઉન કલર આવી જશે એટલે ગેસ બંધ કરી લો, તૈયાર છે તમારી પોટેટો ચીઝ કેક, તેને તમે ચીલી સોસ, ટમેટો સોસની સાથે એન્જોય કરી શકો છો.

Read Also

Related posts

WhatsApp યુઝર્સ માટે મોટી ખબરઃ હવે ફ્રીમાં નહીં હોય આ સર્વિસ, ચૂકવવો પડશે ચાર્જ

Karan

Reliance Jioની નવી ધમાકેદાર ઓફર, ગ્રાહકોને થશે આ મોટો ફાયદો

Mansi Patel

વલ્લવપુરમાં અપહરણ કરાયેલ પિતા-પુત્ર મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!