GSTV
Gujarat Government Advertisement

હાલત ખરાબ/ કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી પાછી ઠેલશે, આ છે મોટા કારણો

Last Updated on May 4, 2021 by Pravin Makwana

કેરળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી રાહુલ ગાંધી પાછા કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે કેમ એ વિશે શંકાનો માહોલ છે. રાહુલે આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. કેરળમાં તો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર દેખાવ કરીને ડાબેરીઓને પછાડયા હતા પણ આ વખતે રાહુલની એન્ટ્રી થઈ ને કોંગ્રેસ હારી ગઈ.

હાર પર હારનો સામનો કરતી કોંગ્રેસ, વિકટ સ્થિતીમાં મુકાઈ પાર્ટી

કોંગ્રેસીઓને એક વર્ગ રાહુલ ના માને તો પ્રિયંકા ગાંધીને પ્રમુખપદે બેસાડવાની તરફેણમાં છે. જો કે પ્રિયંકા આક્રમક પ્રચાર છતાં આ ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો કરાવી શક્યાં નથી તેથી પ્રિયંકાના નામ સામે પણ હવે સવાલ થઈ રહ્યા છે. બંગાળમાં એક પણ બેઠક ના જીતાડી શકનારા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સામે પણ આંગળી ચીંધાઈ રહી છે.

કોંગ્રેસે જૂન મહિનામાં નવા પ્રમુખની ચૂંટણી કરવાનો નિર્ણય લીધો હતો પણ અત્યારનો માહોલ જોતાં ચૂંટણી પાછી ઠેલવી પડશે એવું કોંગ્રેસનાં સૂત્રો જ કહે છે. સૂત્રોના મતે, આવતા અઠવાડિયે સોનિયા સીડબલ્યુસીની બેઠક બોલાવીને આ અંગે નિર્ણય લેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!