ગોળીઓ લીધાં વિના પિરિયડ્સની ડેટ ટાળવી છે? આ રહી ટ્રિક્સ, અજમાવી જુઓ

periods

પીરિયડ્સ આવવા એ કુદરતી ધટના છે. 11થી 50 વર્ષની બહેનોએ આમાંથી પસાર થવાનુંહોયછે. સ્ત્રીઓ માટે નિયમિત રીતે માસિક આવવું બહુ જરૂરી છે. જો કે માસિક આવે ત્યારે કમર અને પેટની નીચેના ભાગમાં દુખાવો થતો હોય છે. આમ તો સ્ત્રીઓ આ દુખાવાને જીવનનો એક ભાગ સમજીને સ્વીકારી લે છે પરંતુ શુભપ્રસંગ, લગ્ન કે પછી કેટલાક સંજોગોમાં પીરિયડસને ટાળવાનું જરૂરી હોય છે. બજારમાં આ માટે ઘણી દવાઓ મળે છે પરંતુ કેટલીક કુદરતી રીતો અપનાવીને પણ આ દિવસોનને પાછળ ઠેલી શકો છો.

આર્ટિફિશિયલ રીતો અપનાવવાથી સાઈડઇફેક્ટ્સ અને હાર્મોન્સ અસંતુલિત થઇ શકે છે. જેના સાઈડ ઇફેક્ટને લીધે માસિક એ પછીના મહિને મોડાં આવે છે, ચહેરાની દાઢી પર વાળ ઉગવા લાગે છે. આવું ના થાય માટે ઘરેલું નુસખા અજમાવવા જોઈએ. જેથી માસિક ટળી જાય અને સાઇડ ઇફેક્ટ પણ ના થાય. આજે અહીં એવા ઘરેલુ નુસખા સમજાવાય જેનાથી તમે તારિખને ટાળી શકશો અને સાઈડ ઇફેક્ટ પણ નહીં થાય.

1. મસાલેદાર ખાવું

મસાલેદાર ખાવાથી બ્લડ ફ્લો વધે છે. જેનાથી પીરિયડ શરૂ થવાની સંભાવના વધી જાય છે. જો તમારે આવું ના કરવું હોય તો મરચુ, કાલા મરી અને લસણ ખાવાનું છોડી દો.

2. વિનેગર

પીરિયડ્સને પાછળ ધકેલવા હોય તો વિનેગર ખાવાનું શરૂ કરી દો, એક ગ્લાસ પાણીમાં ત્રણ-ચાર ચમચી વિનેગ નાખીને દિવસમાં બે-ત્રણવાર પીવો. યાદ રાખો કે વિનેગરવાળું પાણી સ્વાદમાં સારું નથી હોતું એટલે એ માટે પહેલાંથી તૈયાર રહેજો.

3. જિલેટિન

એક વાડકી પાણીમાં જિલેટિનનું એક પેકેટ ઘોળીને તરત પીલો, આનાથી તમે 3-4 કલાક માટે પીરિયડસ ટાળી શકો છે. એટલું જ નહીં આને વારંવાર પીને તમે ઇચ્છો એટલે દિવસ પીરિયડસને પાછળ ધકેલી શખો છો. એક વાત યાદ રાખો કે ભલે આ રિત નેચરલ હોય પણ વારંવાર આવું કરવાથી નુકસાન પણ થઇ શકે છે.

4. કસરત

આમ તો પીરિયડ્સમાં કસરત કરવી સારી વાત છે પરંતુ રેગ્યુલર કસરત કરીને પણ પીરિયડ્સને ટાળી શકાય છે. જલદી પીરિયડ્સ ના આવે એ માટે હેવી કસરત કરો. 

 5. લીંબુ

તેમાં ભરપૂર પ્રમાણસમાં વિટામિન સી હોય છે. સાથે જ તેમાં પીરિયડ્સને ટાળવાની, વધારે બ્લડ ફ્લોને રોકવાની ક્ષમતા પણ છે. આ માટે લીંબુને ચૂસીને ખાઓ. તેનો પાણીમાં નિચોવીને પી પણ શકાય છે.

પીરિયડ્સ માટે વપરાતાં આ ઘરલુ નુસખાની સાઈડ ઇફેક્ટ દવાઓ જેટલી નથી હોતી પણ તેનો વારંવાર ઉપયોગ શરીરને નુકસાન તો પહોંચાડે જ છે.તેથી અનિવાર્ય સંજોગો હોય તો જ આવા પ્રયોગો કરવા જોઈએ. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter