GSTV
Ahmedabad Trending ગુજરાત

ગુજરાત કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા આ કારણે રહીં મોકૂફ, રાજીવ સાતવે આપી માહિતી

ગુજરાત કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા મોકૂફ રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કોરોના વાયરસના વધી રહેલા ખતરાને જોતાં કોંગ્રેસે ગાંધી સંદેશ યાત્રા હાલ પૂરતી મોકૂફ રાખી છે. કોંગ્રેસે 12 માર્ચે દાંડીકૂચના દિવસે અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમથી ગાંધી સંદેશ યાત્રા કાઢવાનું આયોજન કર્યું હતું. જેમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહી યાત્રાને પ્રસ્થાન કરાવવાના હતા. તો આ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહેવાના હતા. અને સમાપન દિવસે સોનિયા ગાંધી અને મનમોહનસિંહ પણ ઉપસ્થિત રહેવાના હતા.

આવો હતો દાંડીયાત્રાનો પ્લાન

દિલ્હીમાં કોમી તોફાનો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાતમાંથી દેશમાં ગાંધી સંદેશ ફેલાવવા કોંગ્રેસે અમદાવાદથી દાંડી સુધીની ગાંધી સંદેશ યાત્રાનુ આયોજન કર્યુ હતું. 12મી માર્ચથી અમદાવાદના ગાંધીઆશ્રમથી આ યાત્રા શરૂ થવાની હતી જેમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જોડાવાના હતા.. યાત્રાના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ગાંધીઆશ્રમથી અસલાલી સુધી પદયાત્રામાં કરવાના હતા,.એટલું જ નહીં, અસલાલીમાં કાર્યકરના ઘેર રાતવાસો પણ કરવાના હતા. કોગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત પૂર્વ કેન્દ્રીય નેતાઓ યાત્રામાં જોડાવાની વાત સામે આવી હતી. અમદાવાદમાં 11 સ્થળોએ ભવ્ય સ્વાગતનું હતું આયોજન.

READ ALSO

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

ડ્રાઇવર વિના આપમેળે ચાલે છે ટ્રેકટર, ઓટોમેશન નહી કોઠાસૂઝનો છે કમાલ

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu
GSTV