GSTV

સુશાંતની મેનેજર દિશાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આખરે થયો જાહેર, સામે આવ્યુ મોતનું ચોંકાવનારું કારણ

સુશાંત

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આખરે જાહેર કરવામાં આવ્યો હતો. જૂનની નવમીએ અભિનેતા સૂરજ પંચોલીએ યોજેલી પાર્ટીમાં દિશાનું ટાવરના 14મા મજલેથી પડી જવાથી મરણ થયું હતું. આ એક અકસ્માત હતો કે યોજનાપૂર્વકની હત્યા હતી એ વિશે સોશ્યલ મિડિયા પર જાતજાતની વાતો વહેતી થઇ હતી.

મલ્ટિપલ ઇજાના કારણે મૃત્યુ

જો કે એનો મૃતદેહ મળ્યા પછી બે દિવસ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. કદાચ એજ કારણે એના અપમૃત્યુ વિશે જાતજાતની વાતો વહેતી થઇ હતી. પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ આટલે ઊંચેથી પછડાવાના કારણે એને અનેક ઇજા થઇ હતી અને આ મલ્ટિપલ  ઇજાના કારણે એનું મૃત્યુ થયું હતું. એના પર રેપ થયો હોવાના કોઇ ચિહ્નો મળ્યા નહોતા. એના પ્રાઇવેટ પાર્ટ્સમાં કોઇ ઇજા નજરે પડી નહોતી. એનું મરણ માત્ર અને માત્ર મલ્ટિપલ ઇજાઓથી થયું હતું.

મુંબઇ પોલીસે સહકાર આપ્યો નહોતો

બિહારના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ ગુપ્તેશ્વર પાંડેએ એવૌ આક્ષેપ કર્યો હતો કે અમારા પટણા પોલીસના સુપરિન્ટેન્ડન્ટ વિનય તિવારીએ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ માગ્યો હતો પરંતુ મુંબઇ પોલીસે એમને સહકાર આપ્યો નહોતો. ઊલટું મુંબઇ મ્યુનિસિપાલિટીએ એમને જબરદસ્તી ક્વોરંટાઇનમાં ધકેલી દીધા હતા જે વાસ્તવમાં એક પ્રકારની નજરકેદ હતી. પાંડેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મુંબઇના પોલીસ કમિશનરે મારો ફોન સુદ્ધાં ઉપાડ્યો નહોતો.

સુશાંત

દિશાના મૃત્યુ અને સુશાંતના મૃત્યુ બાદ

દિશાના અપમૃત્યુના કારણે એવી પણ વાતો વહેતી થઇ હતી કે એના મૃત્યુને સુશાંતના અપમૃત્યુ સાથે સીધો સંબંધ હતો. એવી પણ વાતો વહેતી થઇ હતી કે દિશા પર રેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એને 14મા મજલેથી ફેંકી દેવામાં આવી હતી. સુશાંતના અપમૃત્યુએ જાતજાતના વિવાદો સર્જ્યા હતા જેને લઇને મુંબઇ પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે હુંસાતુંસી થઇ હતી. હવે કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઇને સોંપી હતી.

Read Also

Related posts

આ શહેરના કલેકટરનો આદેશ, ડોક્ટરો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફે કોરોનાનું કામ ફરજિયાત કરવું પડશે, નહીં તો થશે કાર્યવાહી

Nilesh Jethva

ભ્રષ્ટાચારના વિરોધમાં આ શિક્ષકે લખેલી ટપાલે અધિકારીઓને કરી દીધા દોડતા

Nilesh Jethva

સુપ્રીમ કોર્ટે BS-IV ડીઝલ વાહનોના રજીસ્ટ્રેશન માટે આપી મંજૂરી, પણ તમને નહીં થાય કોઈ ફાયદો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!