GSTV
Gujarat Government Advertisement

કોરોના સામે લડવા હવે પોસ્ટ ડિપાર્ટમેન્ટ આવ્યું મેદાને, પોસ્ટમેન હવે માત્ર ટપાલ નહીં આ સુવિધાઓ પણ આપશે

Last Updated on April 9, 2020 by

પોસ્ટમેન હવે માત્ર ટપાલ જ નહીં પરંતુ દવા, શાકભાજી, ફળ, લોટ, દાળ અને કરિયાણાની પણ હોમ ડિલવરી કરશે. તેની માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જઇને પાર્સલ બુક કરાવવાનું રહેશે. લોકડાઉનમાં દેશભરમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસથી આ સુવિધા સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તમારે તમારૂ પાર્સલ દેશની કોઇ પણ ખૂણે મોકલાવી શકો છો. કેન્દ્ર સરકારે રોજિંદા ઉપયોગમાં આવનારા સામાનના પાર્સલ મારફત હોમ ડિલવરીનું કામ પોસ્ટ વિભાગને સોંપી દીધું છે.

પોસ્ટ વિભાગની સેવા મારફત નાણા ઉપાડી શકો છો

જો તમે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન પોતાના કોઇ સંબંધી અથવા પરિચિતને કોઇ પણ જરૂરી સામાન મોકલવા ઇચ્છતા હોય તો તમે આ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. દેશભરમાં પોસ્ટ વિભાગે આ સુવિધા શરૂ કરી છે. આ ઉપરાંત લોકડાઉન કે કર્ફ્યુ દરમિયાન જે લોકો પોતાના નાણા ઉપાડવા માટે બેંક કે એટીએમ જઇ શકતા નથી તેમને પોસ્ટ ઓફિસે પોતાના ઘરે જ નાણા ઉપાડવાની સુવિધા આપી છે. જો તમારો બેંક એકાઉન્ડ નંબર સાથે આધાર નંબર લિંક છે તો કોઇ પણ બેંક હોય તમે પોસ્ટ વિભાગની સેવા મારફત નાણા ઉપાડી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!