GSTV
Home » News » આશા પટેલ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા, પારકી ‘આશા’ સદા નિરાશા

આશા પટેલ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા, પારકી ‘આશા’ સદા નિરાશા

વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસે જીતુ ચૌધરીને ટિકિટ આપતા નવસારીમાં તેમની સામે વિરોધ ઉઠ્યો છે. આદિવાસી સંગઠનોએ જીતુ ચૌધરી સામે વિરોધ વ્યક્ત કરતા વાંસદાના વાંદરવેલા ગામે બેઠક કરી. જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને વલસાડ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા રજૂઆત કરાઇ છે. જોકે અનંત પટેલે પક્ષ સાથે રહેવાની તૈયારી દર્શાવી છે.

તો જીતુ ચૌધરીને ઉમેદવાર જાહેર કરાતા પૂર્વ સાંસદ કિશન પટેલ નારાજ જોવા મળ્યા હતા. જોકે મોવડી મંડળની મધ્યસ્થતાથી તેઓએ જીતુ ચૌધરી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જોકે કિશન પટેલે વલસાડમાં એક વ્યક્તિના શાસનને લઈને બળાપો ઠાલવ્યો હતો. આશા પટેલ મહેસાણા ઉંઝા વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા મક્કમ છે. પરંતુ સોશિયલ મીડિયામાં તેમની સામે ભારે વિરોધ થઈ રહ્યો છે.

ગામે ગામે આશા પટેલના વિરુદ્ધમાં બેનર લાગ્યા છે. ખાસ કરીને ઉપેરા ગામે પારકી આશા સદા નિરાશા અને પાટલી બદલુઓ પાછા જાઓ તેવા વાક્યો લખેલા બેનરો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. જૂનાગઢ બેઠક પર કોંગ્રેસે પુંજા વંશના નામની જાહેરાત કરી છે. કોંગી ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન વિમલ ચુડાસમાએ પૂંજા વંશના નામનો વિરોધ કર્યો છે.

સોશિયલ મીડિયામાં પત્રિકા ફરતી થઈ

કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં ભળેલા આશા પટેલના વિરોધમાં વધુ એક પત્રિકા ફરતી થઇ છે. સોશિયલ મીડિયામાં ફરતી થયેલી આ પત્રિકામાં આશા પટેલનો વિરોધ કરાયો છે. અને તેમાં ઉલ્લેખ કરાયો છેકે આશા પટેલે કે.સી.પટેલના કહેવાથી માતૃ સંસ્થા છોડી છે. આ ઉપરાંત આ પત્રિકામાં ઉંઝા એપીએમસીનો વહીવટ સારો જ હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. જો કે આ પત્રિકામાં તો નારાયણ પટેલના નામનો પણ ઉલ્લેખ કરાયો છે અને તેના કારણે ઉંઝા એપીએમસીનો વિકાસ ડબલ થયો હોવાની વાત કરાઇ છે. હાલમાં આ પત્રિકાને લિને ઉંઝાનું રાજકારણ ગરમાઇ ગયું છે.

READ ALSO

Related posts

સ્વીમિંગ પુલમાં રિલેક્સ જોવા મળી મોની રોય, બ્લૂ બિકિની લુકમાં મચાવી ધમાલ

Dharika Jansari

વધી રહી છે સરદાર સરોવર ડેમની સપાટી, 10 દિવસમાં મધ્યપ્રદેશ આટલા ક્યૂસેક પાણી છોડ્યું

Mayur

લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!