બોલીવૂડની ફિલ્મોની રિલીઝ પહેલા હવે દેશમાં વિવાદ શરૂ થવાનો ટ્રેન્ડ થઇ ગયો છે. હવે આમિરની લાલ સિંહ ચડ્ઢાને લઇને હંગામો થયો છે. આમિર ખાન અને કરીના કપૂર ખાનની આ ફિલ્મ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ છેલ્લા બે વરસથી રિલીઝની રાહ જોઇ રહી છે. હવે રિલીઝ થવાનો સમયને તોડા જ મહિના બાકી છે તેવામાં આ ફિલ્મ માટે વિરોધ શરૂ થઇ ગયો છે. તેના વિરુદ્ધ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં હંગોમા થયો છે. આમિર ખાન આઇપીએલની ફાઇનલ દરમિયાન પોતાની ફિલ્મનું ટ્રેલર ૧૧ ઓવર્સ પછી એટલે કે રાતના ૯ થી ૯.૩૦ વચ્ચેની આસપાસના સમયે ટાઇમઆઉટ દરમિયાન કરવાનો છે.

આમિર ખાનથી નારાજ લોકો તેના પોસ્ટરને બાળી રહ્યા છે. આ સંગઠનની નારજગી આમિર ખાનને લઇને છે. રિપોર્ટ અનુસાર, લાલસિંહ ચડ્ઢા ફિલ્મથી તેને કોઇ લેવાદેવા નથી. આઇપીએલ સાથે આમિર ખાનનું નામ જોડાવાના કારણે હંગામો થયો છે.
રિપોર્ટના અનુસાર, યૂનીના સનાતન રક્ષક સેનાના ઉપાધ્યક્ષનું કહેવું છે કે, આમિર હંમેશાથી ભારતની સંસ્કૃતિની વિરુદ્ધ જ ટીપ્પણી કરતો હોય છે.

આમિરને આઇપીએલમાં બોલાવાનો નિર્ણય ખોટો છે. તેની પુત્રી સોશ્યલ મીડિયા પરકેવી તસવીરો મુકે છે, તે પણ સહુકોઇ જાણે છે. તેની પત્ની ને ભારતમાં રહેવાનો પણ ડર લાગતો હતો. એવા લોકોને આપણી આઇપીએલમાં કઇ રીતે નિમંત્રણ આપવામાં આવે. સંગઠનની માંગણી છે કે, એવા લોકોને આઇપીએલથી દૂર કરવામાં આવે. જો આમ નહીં થાય તો તેઓ દિલ્લી સુધી જવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, લાલ સિંહ ચડ્ઢા ફિલ્મ પસંદગીના લોકોને દેખાડવામાં આવી છે અને તેમણે આ ફિલ્મના વખાણ કર્યા છે.
Read Also
- રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા
- સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું
- અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું
- કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ
- 145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે