GSTV
Home » News » પ્રયાગમાં કુંભ પહેલા રામમંદિર બનાવવા અંગે લગાવવામાં આવ્યા પોસ્ટરો, લખ્યું હતું કે….

પ્રયાગમાં કુંભ પહેલા રામમંદિર બનાવવા અંગે લગાવવામાં આવ્યા પોસ્ટરો, લખ્યું હતું કે….

તીર્થનગરી પ્રયાગરાજમાં કુંભ મહાપર્વની શરૂઆત પહેલા જ ગંગા અને યમુનાના કિનારે અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણની માગણી સાથેના પોસ્ટરો દેખાઈ રહ્યા છે. કુંભની શરૂઆત થયા બાદ 31 જાન્યુઆરીએ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પ્રયાગરાજમાં જ ધર્મસંસદ બોલાવવામાં આવી છે. પ્રયાગરાજ ખાતેની ધર્મસંસદમાં અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને ચર્ચા થવાની સંભાવના છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીને સત્તામાં આવ્યાને ચાર વર્ષ અને સાત માસનો કાર્યકાળ વીતી ગયો છે.

પરંતુ તેમ છતાં રામમંદિર નિર્માણ માટે કોઈ નક્કર પગલું ભરવામાં આવ્યું નથી. તેને કારણે સાધુ-સંતો દ્વારા ભાજપ વિરુદ્ધ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત થઈ રહી છે. સાધુ-સંતો દ્વારા કહેવામાં આવ્યું છે કે જો 2019માં રામમંદિર નહીં, 2019માં મોદી પણ નહીં. વડાપ્રધાન મોદી દ્વારા તાજેતરના ઈન્ટરવ્યૂમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓર્ડિનન્સ લાવવાની વાત કહેવામાં આવી હતી. તાત્કાલિક ઓર્ડિનન્સનો ઈન્કાર કર્યા બાદ સંત સમાજે પણ મોદી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી અને વડાપ્રધાનની સંબંધિત ટીપ્પણીનો વિરોદ કર્યો હતો.

પ્રયાગરાજમાં સંગમ કિનારે રામમંદિર નિર્માણને લઈને મોટી સંખ્યામાં પોસ્ટરો જોવા મળ્યા છે. મહંત નરેન્દ્ર આચાર્ય દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોમાં અલગ-અલગ સૂત્રો લખવામાં આવ્યા છે. જેમાં રામમંદિર નિર્માણને હાકલ થઈ રહી છે. માનવામાં આવે છે કે આ વખતે કુંભમેળામાં રામમંદિરનો મુદ્દો છવાયેલો રહેશે અને તેની સાથે જ 2019ની ચૂંટણીમાં તેની એક ભૂમિકા પણ આ કુંભમેળા દ્વારા રચવામાં આવશે.

Read Also

Related posts

કેજરીવાલને ખબર પડી ચૂકી છે કે મોદી સરકારને ચપટી વગાડતા જ કેવી રીતે હરાવી શકાય ?

Mayur

ભારતમાં મોદીની નહીં હોય પણ અહીં છે ટ્રમ્પની 6 ફૂટની પ્રતિમા, ભગવાનની જેમ થાય છે અહીં પૂજા

Karan

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ 33 જિલ્લાના મામલતદારોને પણ રખાયા સ્ટેન્ડ બાય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!