મોરબી કોંગ્રેસમાં એક બાદ એક રાજકીય ભૂકંપ સામે આવી રહ્યા છે. મોરબી કોંગ્રેસમાં વિવાદને લઈને સોશિયલ મીડિયામાં ગરમાવો આવ્યો છે. મોરબી જિલ્લા પંચાયતમાં કિશોર ચીખલીયાને પ્રમુખ બનાવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પર સવાલ ઉભા કરતી પોસ્ટ વાયરલ થઈ છે. જ્યારે બ્રિજેશ મેરજા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા ત્યારે કિશોર ચીખલીયાએ કોંગ્રેસને વેગ આપતી પોસ્ટ કરી હતી. હવે કિશોર ચીખલીયા પ્રમુખ બન્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટરો થતા ફરી મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.