GSTV

સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક / પોસ્ટ વિભાગમાં નિકળી બંપર ભરતી, 26મી મે પહેલા કરો અરજી

પોસ્ટ

Last Updated on May 20, 2021 by Bansari

ઇન્ડિયા પોસ્ટે 2021ના બિહાર ગ્રામીણ ડાક સેવક ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. બિહાર પોસ્ટલ સર્કલ માટે વેકેન્સી શાખા પોસ્ટ માસ્ટર સહાયક, શાખા પોસ્ટમાસ્ટર અને ડાક સેવકના પદો પર ભરતી નિકળી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ appost.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 26 મે 2021 છે.

બિહાર જીડીએસ ભરતી 2021 મહત્વપૂર્ણ તારીખ

  • રજિસ્ટ્રેશ શરૂઆતની તારીખ – 27 એપ્રિલ 2021
  • રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ – 26 મે 2021

1940 પદો પર થશે ભરતી

બિહાર પોસ્ટલ સર્કલની ભરતી માટે કુલ 1940 પદ ખાલી છે. તેમા ખાલી પદ બિહારના વિભિન્ન જિલ્લા બેગૂસરાય, ભાગલપુર, કટિગાર મુંગેર, નાલંદા, નવાદા, પૂર્ણિયા, સહરસા, સમસ્તીપુર, દરભંગા, પૂર્વી ચંપારણ, મધુબની, ઓરંગાબાદ, પટણા, ગયા, ભોજપુર, પટના સાહિબ, રોહતાસ, વૈશાલી, સીવાન, સીતામઢીમાં આધારિત હશે.

વયમર્યાદા

ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઇએ.

અરજીની ફી

ઉમેદવારને અરજી ફી તરીકે 100 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે.

બિહાર પોસ્ટલ જીડીએસ ભરતી 2021 શૈક્ષણિક યોગ્યતા

ભારત સરકાર / રાજ્ય સરકારો / કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોઇ પણ માન્યતા પ્રાપ્ત શાળા શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજી (અનિવાર્ય અથવા વૈકલ્પિક તરીકે અભ્યાસ કરે)માં પાસ થયેલા માર્ક સાથે 10મા બોર્ડમાં પાસ થવું જોઇએ.

Read Also

Related posts

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana

Monsoon / આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લે તેવાં એંધાણ, હજુ પણ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt

ખુશખબર! ભારતમાં આવશે ઉડતી કાર, એક સાથે આટલા લોકો આકાશમાં ઉડશે, સરકારે શેર કરી તસવીરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!