GSTV

ફાયદાનો સોદો/ માત્ર 5 વર્ષમાં 7 લાખ કમાવવાનો મોકો ઝડપી લો, આ સરકારી સ્કીમમાં મળશે FDથી પણ વધુ વ્યાજ

પોસ્ટ

Last Updated on July 15, 2021 by Bansari

જે લોકો એવી સ્કીમમાં રોકાણ કરવા માંગે છે જેમાં એકથી પાંચ વર્ષની અંદર સારુ રિટર્ન મળે અને પૈસા પણ સુરક્ષિત રહે તો તમારા માટે પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ સ્કીમ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમાં એફડીથી વધુ વ્યાજ મળે છે. તમે ફક્ત 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. જ્યારે મહત્તમ રકમની કોઇ મર્યાદા નથી.

જાણો શું છે આ સ્કીમ

જો તમે ટાઇમ ડિપોઝિટમાં 5 વર્ષના સમયગાળા માટે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તેના પર તમને આશરે 2.25 લાખ રૂપિયાનો નફો થશે. તેમાં હાલ 6.7 ટકા વાર્ષિક દરે કંરાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ એડ થાય છે. તેમાં તમને એફડીની તુલનામાં વધુ રિટર્ન મળશે. તેમાં તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો.

પોસ્ટ

સ્કીમના ફાયદા

– ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં 100 ટકા રોકાણ પર સુરક્ષાની ગેરેન્ટી મળે છે.

-આ એકાઉન્ટ સિંગલ અને જોઇન્ટ બંને રીતે ખોલાવી શકો છો. બાળકના નામે ખાતુ ખોલાવવા માટે વાલીએ ગાર્ડિયન તરીકે તેની દેખરેખ કરવાની રહેશે.

-ઇમરજન્સીમાં તમે આ સ્કીમને પહેલા પણ તોડાવી શકો છો. એટલે કે તમે મેચ્યોરિટી પહેલા રૂપિયા ઉપાડી શકો છો. જો કે તેના માટે એકાઉન્ટ ખોલાવ્યાના 6 મહિના પૂરા થવા જોઇએ.

-સ્કીમમાં 5 વર્ષ માટે કરવામાં આવેલા રોકાણ પર ઇનકમ ટેક્સ એક્ટ 1961ની ધારા  80C અંતર્ગત છૂટ પણ મળે છે.

વ્યાજ

કેવી રીતે મળશે 7 લાખ

જો રોકાણકાર આ સ્કીમમાં 5 વર્ષ માટે 5 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેના પર 6.7 ટકાનું કંપાઉન્ડ ઇન્ટરેસ્ટ જોડાય છે તો મેચ્યોરિટી પર તમને કુલ 7,24,517 રૂપિયા મળશે. સાથે જ જો તમે આ યોજનાને 3 વર્ષ માટે લો છો તો તેના પર 5.5 ટકાના દરે મેચ્યોરિટી અમાઉન્ટ મળશે. 2 વર્ષ અને એક  વર્ષની જમા પર પણ આટલુ જ વ્યાજ મળશે. વધુ રકમનું રોકાણ કરવા પર તમારી રકમ ડબલ પણ થઇ શકે છે.

Read Also

Related posts

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!