GSTV

સ્કિમ/ તમારા સેવિંગના પૈસા પર અહીં મળશે શાનદાર રિટર્ન, 10 હજારની બચત પર થશે લાખોનો ફાયદો

સેવિંગ

જો તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત રોકાણની શોધમાં છો એટલે કે, તમારે તમારા રોકાણ પર કોઈ પ્રકારનું જોખમ જોઈતુ નથી તો પોસ્ટ ઓફિસથી તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસની સ્કીમ્સમાં તમને વધુ સારું રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ વધુ સારી હોય છે. તેમાં ઓછી રકમ સાથે રોકાણ કરવા પર મોટી કમાણી કરી શકાય છે. એવી જ પોસ્ટ ઓફિસની આ નવી સ્કિમનું નામ છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ. જેમાં તમને વધુ સારું રિટર્ન મળે છે.

શું છે પોસ્ટ ઓફિસની RD સ્કિમ?

કુલ મળીને આ સ્કિમ દ્વારા તમે ખૂબ ઓછી રકમના રોકાણથી શરૂઆત કરી શકો છો. આ ઉપરાંત તેમાં તમે તમારા પૈસા પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. જેમાં તમે 100 રૂપિયા મહિને રોકાણ કરી શકો છો. વધુ રોકાણ માટે કોઈ લિમિટ નથી. તમે તમારી ઈચ્છા મુજબ રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ RD ડિપોઝીટ અકાઉન્ટ વધુ વ્યાજ દર સાથે નાનો હપ્તો જમા કરવાવની એક સરકારની ગેરન્ટેડ યોજના છે.

કેટલું મળશે વ્યાજ ?

પોસ્ટ ઓફિસમાં જે RD એકાઉન્ટ ઓપન થાય છે તે 5 વર્ષ માટે હોય છે. તેને ટૂંકા સમય માટે ખોલવામાં આવતું નથી. જમા ધન પર વ્યાજનું કેલક્યૂલેશન કરવામાં આવે છે. પછી તેને દરેક ક્વાર્ટરના અંતિમમાં  તમારા અકાઉન્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જોડવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ ઓફિસની વેબસાઈટ અનુસાર, RD સ્કિમ પર વર્તમાન સમયમાં 5.8 % વ્યાજ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં પોતાની તમામ સ્મોલ સ્કિમ્સમાં દરેક ક્વાર્ટરમાં વ્યાજની જાહેરાત કરે છે.

10 હજાર રૂપિયાના રોકાણ પર મળશે 16 લાખથી વધુ

જો તમે દર મહિને ઓફિસની RD સ્કિમમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો તે પણ 10 વર્ષ માટે તો તેને મેચ્યોરિટી પર 16,26,476 લાખ રૂપિયા મળશે.

RD અકાઉન્ટ અંગે અમૂક ખાસ બાબતો

જો તમે સમય પર RDના હપ્તા જમા કરતા નથી તો તમારે દંડ આપવો પડશે. હપ્તામાં મોડૂ થવા પર તમારે દર મહિને 1 % દંડ આપવો પડશે. તે સાથે જો તમે સતત 4 હપ્તા જમા કર્યા તો અકાઉન્ટ બંધ થઈ જશે. જો કે, અકાઉન્ટ બંધ થવા પર તે બાદ 2 મહિના માટે ફરીથી તેને એક્ટિવેટ કરી શકાય છે.

READ ALSO

Related posts

રોકાણની તક/ FDમાં સૌથી વધારે ક્યાં મળી રહ્યું છે વ્યાજ : SBI, HDFC, ICICI અને બેન્ક ઓફ બરોડામાં આ છે વ્યાજદર, આ બેન્કમાં સૌથી વધુ લાભ

Bansari

ખાસ વાંચો / જો તમારી ટ્રેનની ટિકિટ પર લખ્યો છે આ કોડ તો જ કંફર્મ થશે તમારી સીટ!, આ રીતે કરી લો ચેક

Mansi Patel

મોટા સમાચાર/ માત્ર નોકરિયાતોને નહીં હવે ડોક્ટર, વકીલ સહિત તમામ પ્રોફેશનલને મળશે પીએફનો લાભ, સરકાર બદલી રહી છે નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!