GSTV
Gujarat Government Advertisement

ફાયદાનો સોદો/ પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં 10 હજારનું રોકાણ કરીને મેળવો 16 લાખ રૂપિયાની તગડી રકમ

પોસ્ટ

Last Updated on April 19, 2021 by Bansari

જો તમે કોઈ એવી યોજનાની તલાશમાં છો જેમાં તમે ઓછા રોકાણથી વધારે નફો મેળવી શકો અને રૂપિયા પણ સલામત રહે. આવી સ્થિતિમાં, પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (આરડી) એ વધુ સારો વિકલ્પ છે. આમાં, ગેરેન્ટીડ રિટર્ન સાથે પૈસા 100 ટકા સલામત છે. આમાં ન્યૂનતમ 100 રૂપિયાની રકમ સાથે ખાતું ખોલાવી શકાય છે. તે જ સમયે, જો તમે એક મહિનામાં 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો, તો મેચ્યોરિટી પર તમે 16 લાખથી વધુ મેળવી શકો છો.

રિકરિંગ ડિપોઝિટમાં થોડી બચત સાથે, તમે લાખોનું ફંડ બનાવી શકો છો. આ યોજનામાં દર મહિને ઓછામાં ઓછા 100 રૂપિયા જમા કરવાની રહેશે. થાપણની રકમ 10 રૂપિયાના ગુણાંકમાં હોવી જોઈએ. રોકાણની મહત્તમ મર્યાદા નથી. તેનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષ છે, પરંતુ તમે તેને 5-5 વર્ષો સુધી પણ લંબાવી શકો છો.

પોસ્ટ

આરડી યોજના સંબંધિત ખાસ બાબતો

1. આરડી યોજના બંને સિંગલ અને જોઇન્ટ એકાઉન્ટ પ્રદાન કરે છે. જોઇન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ 3 પુખ્ત વયના લોકો હોઈ શકે છે.

2. જો તમે ઇચ્છતા હોવ, તો તમે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકના નામે પણ એકાઉન્ટ ખોલી શકો છો. જો કે, વાલીએ તેને ચલાવવુ પડશે.

3.આરડીનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે, પરંતુ મેચ્યોરિટી પહેલા અરજી કરીને, તે આગામી 5 વર્ષ સુધી લંબાવી શકાય છે.

4. તેમાં મહિનામાં ઓછામાં ઓછા 100 રૂપિયા જમા કરાવવા પડે છે. જો આપેલા સમય પર રકમ જમા કરવામાં નહીં આવે તો દર 100 રૂપિયા માટે 1 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.

5. તેમાં ખાતું ખોલવાની તારીખથી 5 વર્ષ પછી પ્રી-મેચ્યોર ક્લોઝર કરવાની સુવિધા પણ છે.

6. આરડીમાં આપવામાં આવતા વ્યાજ દર ત્રિમાસિક ધોરણે બદલાય છે.

7. પોસ્ટ ઑફિસનું આરડી એકાઉન્ટ એક શાખામાંથી બીજી શાખામાં ટ્રાન્સફર કરી શકાય છે.

8. જો તમારે લોન લેવી હોય તો આ સુવિધા આરડી પર પણ ઉપલબ્ધ છે. એક વર્ષ પછી, તમે ડિપોઝિટની રકમના 50 ટકા સુધી લોન લઈ શકો છો.

પોસ્ટ

મેચ્યોરિટી પર તમે કેટલાં રૂપિયા મેળવશો

જો કોઈ રોકાણકાર દર મહિને 10,000 રૂપિયા આરડીમાં જમા કરે છે અને જો તે 10 વર્ષ માટે કરવામાં આવે છે, તો તે કુલ 12 લાખ રૂપિયા જમા કરે છે. કેમ કે હાલમાં તે વાર્ષિક 5.8  ટકા વ્યાજ મળી રહ્યું છે. વ્યાજનું કમ્પાઉન્ડિંગ ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. આ સ્થિતિમાં, તમને મેચ્યોરિટી પર લગભગ 16.28 લાખ રૂપિયા મળશે. એટલે કે, તમને 28.૨28 લાખ મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!