GSTV

શાનદાર સ્કિમ/ પોસ્ટ ઓફિસની આ યોજનામાં કરો રોકાણ, ઈન્ટ્રસ્ટના રૂપમાં મળશે 66,000 રૂપિયા

સ્કિમ

રોકાણ માટે પોસ્ટ ઓફિસને સારો વિકલ્પ ગણવામાં આવે છે. અહીં તમને રિટર્ન પણ સારું મળે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કિમ અંગે જણાવશું જેમાં તમને 6.6 % વાર્ષિક વ્યાજ મળશે. આ સ્કિમ હેઠળ તમારે સંપૂર્ણ પૈસા જમા કરાવવાના રહેશે. અને દર મહિને તમને ઈન્ટ્રેસ્ટ ઈનકમ પણ મળશે. જેમાં ઈન્ડિવિજ્યૂઅલ કંટ્રીબ્યૂટર મહત્તમ 4.5 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. જોઈન્ટ અકાઉન્ટમાં 9 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે.

પોસ્ટ ઓફિસમાં તમારા પૈસા સુરક્ષિત રહે છે. સરકાર તમારા પૈસાની ગેરન્ટી લે છે. આ સ્કીમનું નામ પોસ્ટ ઓફિસ Monthly Income Scheme છે. આ સ્કિમમાં લોક-ઈન પીરિયડ 5 વર્ષનો છે. ઈન્વેસ્ટમેન્ટ મેચ્યોર થવા પર તમારા પૂરા પૈસા મળી જાય છે. આ સ્કિમની ખાસિયત એ છે કે, આ સંપૂર્ણ રીતે માર્કેટ રિસ્ક ફ્રી અને તમને મન્થલી ઈન્ટરેસ્ટ પણ મળે છે. રિટર્ન સંપૂર્ણ રીતે ગેરન્ટેડ છે. 10 વર્ષથી વધુ ઉંમરના થવા પર તમારા નામની આ સ્કિમનો ફાયદો ઉઠાવી શકો છો. માઈનરના  નામ પર તેની ગાર્જીયન આ સ્કિમનો લાભ ઉઠાવી શકે છે. આ સ્કિમ હેઠળ ઓછામાં ઓછા 1 હજાર રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. રોકાણની રકમ 100ના મલ્ટીપલમાં હોવી જોઈએ.

પોસ્ટ

1 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર દર વર્ષે મળશે 6600 રૂપિયા

આ સ્કિમમાં રોકાણ કરવા પર સિંપલ ઈન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન થાય છે. જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 1 વર્ષમાં 6600 રૂપિયા અને દર મહિને 550 રૂપિયા મળે છે. અહીં 5 વર્ષ સુધીમાં દર મહિને રકમ મળશે. 2 લાખનું રોકાણ કરવા પર 1100 રૂપિયા મંથલી અને એક વર્ષમાં 13200 રૂપિયા અને 5 વર્ષમાં કુલ 66,000 રૂપિયા મળશે. 3 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર 1650 રૂપિયા મંથલી, 4 લાખ રોકાણ કરવા પર મંથલી 2200 રૂપિયા અને 4.5 લાખ રોકાણ કરવા પર મંથલી 2475 રૂપિયા મળશે. એક વર્ષમાં અહીં 29,700 રૂપિયા અને 5 વર્ષમાં 1 લાખ 48 હજાર 500 રૂપિયા મળશે.

5 વર્ષ પહેલા ઉપાડ કરવા પર કપાશે ડિડક્શન

આ સ્કિમમાં રોકાણ કરવા પર 1 વર્ષ પહેલા જમા રકમ પર ઉપાડ કરી શકાય નહીં. જો એક વર્ષ બાદ અને ત્રણ વર્ષ પહેલા રોકાણ ઉપાડવામાં આવે તો 2 % ડિડક્શન કાપવામાં આવે છે. ત્રણ વર્ષ બાદ અને 5 વર્ષ પહેલા અકાઉન્ટ ક્લોઝ કરવા પર 1 %નું ડિડક્શન ચાર્જ કાપવામાં આવે છે.

READ ALSO

Related posts

બે વર્ષની રિસર્ચ પછી આમિર ખાને રોક્યું મહાભારત પર કામ, જાણો શું છે કારણ ?

Mansi Patel

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

Bansari

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની હાર પાછળ આમ આદમી પાર્ટી જવાબદાર, જીતી પણ નહિ જીતવા દીધી પણ નહિ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!