GSTV

પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: મહિને 1500 રૂપિયા જમા કરી મેળવો 35 લાખ રૂપિયા, આ રહી સમગ્ર વિગત

પોસ્ટ

Last Updated on September 20, 2021 by Zainul Ansari

બજારમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે અને તેમાથી ઘણી યોજનાઓ પર આકર્ષક રિટર્ન પણ મળે છે. જોકે તેમાથી કેટલીક સ્કીમોમાં જોખમ હોય છે. ઘણા રોકાણ ઓછા રિટર્ન આપે છે, પરંતુ તેમા જોખમ ઓછું હોય છે. જો તમે પણ ઓછા જોખમવાળા રિટર્ન અથવા રોકાણના વિકલ્પની શોધમાં છો, તો આ સમાચાર તમારા માટે છે.

ઇન્ડિયન પોસ્ટની ગ્રામ સુરક્ષા યોજનામાં ઓછા જોખમે સારુ રિટર્ન મળી શકે છે. ગ્રામ સુરક્ષા યોજના હેઠળ બોનસની સાથે નિશ્ચિત રકમ 80 વર્ષની ઉંમર વટાવ્યા પર અથવા મૃત્યુની સ્થિતિમાં નોમિનીને જે પણ પહેલા હોય મળી જાય છે.

આ છે નિયમ

19થી 55 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક આ વીમા યોજના લઈ શકે છે. જ્યારે આ યોજના હેઠળ વીમાની લઘુતમ રકમ 10,000થી 10 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. આ યોજનાનું પ્રીમિયમ પેમેન્ટ માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક અથવના વાર્ષિક કરી શકે છે. ગ્રાહકને પ્રીમિયમનું પેમેન્ટ કરવા માટે 30 દિવસની છૂટ આપવામાં આવે છે. પોલિસી અવધિ દરમિયાન કોઇ હપ્તાની ચુકવણી ન કરી હોય તેવા કિસ્સામાં ગ્રાહક પોલિસીને ફરીથી શરૂ કરવા માટે બાકી પ્રીમિયમની ચુકવણી કરી શકે છે.

મળે છે લોન

વીમા યોજના લોન સુવિધા સાથે આવે છે, જેનો લાભ પોલિસી ખરીદ્યાના ચાર વર્ષ પછી લઇ શકાય છે.

લોન

પોલિસી સરેન્ડર કરી શકાય છે

ગ્રાહકને 3 વર્ષ પછી પોલિસીને સરેન્ડર કરવાનો વિકલ્પ મળે છે. જોકે આ સ્થિતિમાં તમને કોઇ લાભ નહીં મળે. પોલિસીનું સૌથી મોટું આકર્ષણ ઇન્ડિયા પોસ્ટ દ્વારા આપવામાં આવતું બોનસ છે અને છેલ્લે બોનસ પ્રતિ વર્ષ 65 રૂપિયા પ્રતિ 1000 રૂપિયાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

મેચ્યોરિટી બેનેફિટ

જો કોઈ 19 વર્ષની ઉંમરમાં 10 લાખની ગ્રામ પોલિસી ખરીદે છે. તો 55 વર્ષ માટે માસિક પ્રીમિયમ 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે 1411 રૂપિયા હશે. પોલિસી ખરીદદારને 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયા મેચ્યોરિટી બેનેફિટ મળશે. 60 વર્ષ માટે મેચ્યોરિટી બેનેફિટ 34.60 લાખ રૂપિયા હશે.

પોસ્ટ

અહીં મળશે સંપૂર્ણ જાણકારી

નામાંકિત વ્યક્તિના નામે અથવા અન્ય વિગત જેમ કે ઈમેલ આઈડી અને મોબાઇલ નંબરમાં કોઇ પણ અપડેટના કિસ્સામાં ગ્રાહક માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે. અન્ય પ્રશ્નો માટે ગ્રાહકને આપવામાં આવેલા ટોલ ફ્રી નંબર 1800 180 5232/155232 અથવા સત્તાવાર વેબસાઇટ એટલે www.postallifeinsurance.gov.in પર નિરાકરણ માટે સંપર્ક કરી શકે છે.

Read Also

Related posts

BSE તથા NSE ઓલટાઈમ હાઈ સપાટીથી 8 ટકા તૂટયા, રોકાણકારો એ માત્ર 37 દિવસમાં 16 લાખ કરોડ ગુમાવ્યા!

pratik shah

શેરબજાર ધરાશયી: કોરોનાના નવા ખતરનાક વેરીએન્ટના ડંખથી વૈશ્વિક બજારો તૂટયા, ભારતીય રોકાણકારોના તો 7.36 લાખ કરોડ ધોવાયા!

pratik shah

મલ્ટીલેયર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા HCનું સખ્ત વલણ, GPCBને કર્યો આ આદેશ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!