GSTV
Gujarat Government Advertisement

શું તમે પણ મોદી સરકારની આ યોજનાઓનો લઈ રહ્યા છો લાભ, તો પોસ્ટ ઓફિસ આ સેવા આપશે મફત, જાણો કેવી રીતે

પોસ્ટ

Last Updated on May 4, 2021 by Bansari

શું તમારા કુટુંબમાં પણ કોઈનું ખાતું પોસ્ટ ઓફિસમાં છે તો તમારા માટે આ ખુબ જ સારા સમાચાર છે. પોસ્ટ ઓફિસ દ્વારા Post Office savings account ની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.. જેનાથી Account maintenance fees પહેલાથી અડધી કરવામાં આવી છે.. મતલબ હવેથી એકાઉન્ટમાં Minimum Balance ઘટી જાય તો પણ અડધી જ ફી લેવામાં આવશે. બીજી પણ એક ફાયદાની વાત છે. જે લોકો સરકારી પેન્શન, સ્કોલરશીપ અને અન્ય સેવાઓનો લાભ લઈ રહ્યા છે તે લોકો zero balance basic savings accounts ખોલી શકશે..

કમ્યુનિકેશન મિનિસ્ટ્રીના ઓર્ડર અનુસાર, જો કોઈ પુખ્ત વયનું વ્યક્તિ સરકારી વેલ્ફેર સ્કીમમાં રજીસ્ટર કરશે તો તે Basic Saving Account ખોલાવી શકશે. અને જો ખાતાધારક માઈનર હોય તો તેના Gurdian પણ આ એકાઉન્ટ ખોલાવી શકશે..

4 વાર પછી ક્લિયરન્સ પર ચાર્જ

તમને જણાવી દઈએ કે ઈન્ડિયા પોસ્ટ બેંક દ્વારા Post Office Saving Account માંથી મહિનામાં 4 વાર પૈસા ઉપડ્યા બાદ ચાર્જ લેવામાં આવે છે તે ચાર્જ 25 રૂપિયા અથવા ઉપાડેલી રકમના 0.5 ટકા હોય છે. જોકે પૈસા જમા કરાવવા માટે કોઈ ચાર્જ લાગતો નથી.

કઈ કઈ યોજનાઓ છે સામેલ

પેન્શન, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, scholarship અને એલપીજી સબસિડી જેવી યોજનાઓ સામેલ છે. આ યોજનાનો લાભ લેતા લોકો zero balance account ખોલાવી શકશે.

કરંટ એકાઉન્ટ પર ચાર્જ

આ સિવાય Post Office current account પર 25 હજાર રૂપિયા સુધીની રકમ ઉપાડી શકાશે ..ત્યારબાદ 25 રૂપિયા અથવા રકમના 0.5 ટકા જેટલો ચાર્જ લાગશે.

જાણો બીજે ક્યાં ક્યાં લાગશે ચાર્જ

  • જો Aadhaar Enabled Payment Systemથી ચુકવણી કરવામાં આવશે તો ચાર્જ ચૂકવવો પડશે.
  • Non India Post Payment Banks networkથી ફક્ત 3 ટ્રાન્ઝેક્શન મફત થશે. જેમાં રોકડ જમા, રોકડ ઉપાડ અને મીની સ્ટેટમેન્ટ સામેલ છે.
  • AePS માંથી 3 વાર ટ્રાંઝેક્શન કર્યા બાદ દરેક વખતે ચાર્જ ચૂકવવો પડશે. જેમાં રોકડ જમા કરાવવા માટે 20 રૂપિયા ખર્ચ થશે. પૈસા ઉપાડવા પર પણ આ જ ચાર્જ લાગૂ કરવામાં આવશે.
  • મિની સ્ટેટમેન્ટ માટે 5 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. ફંડ ટ્રાન્સફર પર લિમિટ પુરી થયા બાદ ટ્રાંઝેક્શન અમાઉન્ટના 1% ચાર્જ લાગશે, જે રૂપિયા 1 થી 20 રૂપિયા સુધી હોઈ શકે છે. જેના પર જીએસટી + સેસ અલગથી લાગુ થશે.

10 ગણું મિનિમમ બેલેન્સ

જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ દ્વારા લઘુત્તમ બેલેન્સ રૂપિયા 50 થી વધારીને 500 કરવામાં આવ્યું છે. જેનું ગેજેટ નોટિફિકેશન આવી ચૂક્યું છે. 19 ડિસેમ્બર 2019 સુધીમાં, 13 કરોડ બચત ખાતામાં 500 રૂપિયાથી ઓછું બેલેન્સ જોવા મળ્યું હતું..

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!