GSTV

પોસ્ટ ઑફિસ એકાઉન્ટ બનશે ડિજિટલ, 34 કરોડ ખાતા ધારકોને થશે લાભ

દેશના આશરે 34 કરોડ પોસ્ટ ઑફિસ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડરોને મે મહિનાથી તમામ સુવિધાઓ ઓનલાઇન મળશે. સરકારે પોસ્ટ ઓફિસ એકાઉન્ટને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક સાથે લિંક કરવાની પરવાનગી આપી છે. મે મહિનાથી પોસ્ટ ઓફિસના ખાતા ધારકોને પણ ડિજિટલ બેન્કિંગ સર્વિસીઝ લેવાની તક મળશે.

નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે નાણા મંત્રાલયે પોસ્ટ ઓફિસના બેન્ક ખાતાને આઇપીપીબી સાથે લિંક કરવાની પરવાનગી આપી દીધી છે. એટલે કે હવે પોસ્ટ ઓફિસના ખાતાધારક પણ ઓનલાઇન પોતાના એકાઉન્ટ માંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. 34 કરોડ બચત ખાતામાંથી 17 કરોજ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ છે અને બાકગી માસિક આવક યોજના અને આરડીના છે.

સરકારના આ પગલાથી દેશનું સૌથી મોટુ બેન્કિંગ નેટવર્ક પણ રચાશે. ભારતીય પોસ્ટલ વિભાગે બેન્કિંગ સેવાની શરૂઆત તો કરી દીધી છે પરંતુ હજુ સુધી પૈસા ટ્રાન્સફર ફક્ત પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાં જ થઇ શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે ભારતીય પોસ્ટ તમામ ખાતા ધારકોને આ સુવિધાનો લાભ મે મહિનાથી આપશે. આ સેવા સંપૂર્ણ રીતે વૈકલ્પિક છે, જો પોસ્ટ ઑફિસ ખાતા ધારક તેને સ્વીકારવા માંગે તો તેના ખાતાને આઇપીપીબી સાથે લિંક કરી દેવામાં આવશે.

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!