GSTV

Post Officeની આ સ્કીમમાં માત્ર 10 હજાર રૂપિયા બચાવી મળશે 16 લાખનો ફાયદો, જાણો કેવી રીતે?

Last Updated on May 28, 2021 by Pritesh Mehta

જો તમે સંપૂર્ણ સુરક્ષિત રીતે રોકાણ કરવાના ઉપાયો શોધી રહ્યા છો જેમાં તમને રોકાણ કરવા પર કોઈપણ પ્રકારનું જોખમ નથી લેવા માંગતા તો Post Office તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પોસ્ટ ઓફિસ સ્કીમમાં તમને સારામાં સારું રિટર્ન પણ મળે છે. Post Office પણ સ્મોલ સેવિંગ સ્કીમ પણ સારી છે. તેમાં ઓછા રોકાણ પર સારી કમાણી થાય છે. આવી જ Post Officeની એક સ્કીમ છે પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝીટ સ્કીમ. તેમાં તમને સારામાં સારું રિટર્ન મળે છે.

Post Office

શું છે Post Office રીકરીંગ ડિપોઝીટ સ્કીમ?

આ સ્કીમ દ્વારા તમે ઘણા ઓછા રૂપિયાના રોકાણની સાથે શરૂઆત કરી શકો છો. એમાં તમારા રૂપિયા સંપૂર્ણ સુરક્ષિત રહેશે. તેમાં તમે 100 રૂપિયા દર મહિને રોકાણ કરી શકો છો. તો સાથે સાથે, વધુમાં વધુ રોકાણ કરવાની કોઈ સીમા નથી. આ સ્કીમમાં તમે ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝીટ એકાઉન્ટ સારા વ્યાજની સાથે નાના રકમના હપ્તા જમા કરાવવાની સરકારની એક ગેરંટી યોજના છે.

પોસ્ટ

કેટલું મળશે વ્યાજ?

પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝીટ એકાઉન્ટ યોજના છે તે 5 વર્ષ માટે છે. તેનાથી ઓછા સમય માટે તે નથી ખોલાવી શકાતી.દર ત્રણ મહિને (વાર્ષિક રેટ મુજબ) જમા રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. બાદમાં આ જ રીતે ત્રણ મહિનાના અંતમાં તમારા અકાઉન્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરી દેવામાં આવે છે.ઇન્ડિયા પોસ્ટ ઓફિસની વેબસાઈટ મુજબ, રીકરીંગ ડિપોઝીટ સ્કીમ પર હાલના સમયમાં 5.8% વ્યાજ આપવામાં આવી રહયું છે. કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને પોતાની તમામ સેવિંગ સ્કીમ્સમાં વ્યાજદરની જાહેરાત કરે છે.

પોસ્ટ

10 હજારના રોકાણ પર મળશે 16 લાખનો ફાયદો

જો તમે દર મહિને પોસ્ટ ઓફિસના રીકરીંગ ડિપોઝીટ ખાતામાં 10 વર્ષ માટે 10 હજાર રૂપિયા જમા કરાવો છો તો મેચ્યોરિટી પર તમને 16,26,476 લાખ રૂપિયા મળશે.

રીકરીંગ ડિપોઝીટ ખાતા અંગે ખાસ વાતો

જો તમે સમયસર પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝીટ ખાતામાં હપ્તો જમા નથી કરાવતા તો તમને તેના પર દંડ થશે. હપ્તો ભરવામાં મોડું થાય તો દર મહિને 1% દંડ થશે તેની સાથે જો તમે સતત ચાર હપ્તા સમયસર જમા નથી કરાવતા તો એકાઉન્ટ બંધ થઇ શકે છે. જોકે, એકાઉન્ટ બંધ થયા બાદ તેને આગળના 2 મહિના માટે ફરીથી એક્ટિવેટ કરાવી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!