GSTV

ફાયદાનો સોદો/ આ સરકારી સ્કીમમાં 10 હજારના રોકાણ પર મળશે 16 લાખ, બસ કરવું પડશે આ કામ

પોસ્ટ

Last Updated on October 21, 2021 by Bansari

શેરબજારમાં કોઈપણ રોકાણ સાથે એક મોટું રિસ્ક ફેક્ટર જોડાયેલુ હોય છે. અહીં જે વ્યક્તિની રિસ્ક લેવાની જેવી ક્ષમતા ધરાવે છે, તે તેવુ જ રોકાણ કરે છે. જો કે, જેમ જેમ રિસ્ક વધે છે તેમ રિટર્ન પણ વધે છે. પરંતુ, જ્યાં રિસ્ક ઓછું છે, ત્યાં રિટર્ન પણ ઓછું છે. ઇક્વિટી માર્કેટમાં રિસ્ક વધુ હોવાથી, અન્ય ઇનવેસ્ટમેન્ટ પ્રોડક્ટ કરતાં રિટર્ન પણ વધારે છે.

જોખમ નહિવત

જો તમે પણ રિસ્ક વગર સારો નફો મેળવવા ઇચ્છતા હોવ, તો અમે તમને તેના માટે બેસ્ટ આઇડિયા આપવા જઈ રહ્યા છીએ. તમે પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આવો જાણીએ એવા રોકાણ વિશે કે જેમાં જોખમ નહિવત છે અને રિટર્ન પણ સારું છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ તેમાંથી એક રોકાણનો રસ્તો છે.

રોકાણ

પોસ્ટ ઓફિસ RD માં રોકાણ કેવી રીતે શરૂ કરવું

પોસ્ટ ઓફિસ RD ડિપોઝિટ એકાઉન્ટ એક સારા વ્યાજ દર સાથે નાના હપ્તા જમા કરવા માટે સરકારની ગેરંટી યોજના છે, જેમાં તમે માત્ર 100 રૂપિયાની નાની રકમથી રોકાણ શરૂ કરી શકો છો. રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી, તમે ઇચ્છો તેટલા પૈસાનું રોકાણ કરી શકો છો. આ યોજના માટેનું એકાઉન્ટ પાંચ વર્ષ માટે ખોલવામાં આવે છે. જો કે, બેન્કો છ મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ ખાતાની સુવિધા આપે છે. જમા કરેલા રૂપિયા પર દર ત્રિમાસિક (વાર્ષિક દરે) વ્યાજની ગણતરી કરવામાં આવે છે અને તે દરેક ત્રિમાસિકના અંતે તમારા એકાઉન્ટમાં (કંપાઉન્ડ ઇન્ટરેસ્ટ સહિત) ઉમેરવામાં આવે છે.

જાણો કેટલું વ્યાજ મળશે

હાલમાં, રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર 5.8% વ્યાજ મળી રહ્યું છે, આ નવો દર 1 એપ્રિલ 2020 થી લાગુ છે. ભારત સરકાર તેની તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દર દરેક ક્વાર્ટરમાં નક્કી કરે છે.

પોસ્ટ

જો તમે દર મહિને 10 હજાર જમા કરશો તો તમને મળશે 16 લાખ

જો તમે 10 વર્ષ સુધી પોસ્ટ ઓફિસ RD યોજનામાં દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો, તો 10 વર્ષ પછી તમને 5.8%ના દરે 16 લાખ રૂપિયાથી વધુ મળશે.

  • દર મહિને રોકાણ- 10,000 રૂપિયા
  • વ્યાજ- 5.8%
  • મેચ્યોરિટી- 10 વર્ષ
  • 10 વર્ષ પછી મેચ્યોરિટી અમાઉન્ટ = 16,28,963 રૂપિયા

RD ખાતા વિશે મહત્વની બાબતો

તમારે ખાતામાં નિયમિત રૂપિયા જમા કરાવવા પડશે, જો તમે પૈસા જમા નહીં કરો તો તમારે દર મહિને એક ટકા દંડ ભરવો પડશે. 4 હપતા ચૂકી ગયા પછી તમારું ખાતું બંધ થઇ જશે.

રોકાણ

પોસ્ટ ઓફિસ RD પર ટેક્સ

રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ પર ટીડીએસ કાપવામાં આવે છે, જો ડિપોઝિટ 40,000 રૂપિયાથી વધુ હોય તો વાર્ષિક 10% ના દરે ટેક્સ લાગે છે. RD પર મેળવેલ વ્યાજ પણ કરપાત્ર છે, પરંતુ સંપૂર્ણ મેચ્યોરિટી અમાઉન્ટ પર ટેક્સ લાગતો નથી. જે રોકાણકારો પાસે કોઈ ટેક્સેબલ ઇનકમ નથી તેઓ ફોર્મ 15G દાખલ કરીને ટીડીએસ પર છૂટ મેળવી શકે છે, જેમ કે એફડીમાં થાય છે.

પોસ્ટ ઓફિસ ઉપરાંત સરકારી અને ખાનગી બેંકો પણ રિકરિંગ ડિપોઝિટની સુવિધા પૂરી પાડે છે.

બેંકોની રિકરિંગ ડિપોઝિટ

બેંક  RD નો દરમેચ્યોરિટી પીરિયડ
Yes Bank 7.00%12 મહિનાથી 33 મહિના
HDFC Bank5.50%   90/120 મહિના
Axis Bank     5.50% 5 વર્ષથી 10 વર્ષ

Read Also

Related posts

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ, પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!