GSTV
Home » News » Post Officeની આ સ્કીમમાં સરકારી બેંકોની FD રેટ કરતાં વધારે મળી રહ્યુ છે વ્યાજ

Post Officeની આ સ્કીમમાં સરકારી બેંકોની FD રેટ કરતાં વધારે મળી રહ્યુ છે વ્યાજ

અત્યારે હાલમાં ઘણી બેંકોએ એફડી પર વ્યાજ ઘટાડી દીધુ છે. એવામાં ઘણી બેંકોમાં એફડી પ્રત્યે રોકાણકારોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે. પરંતુ સ્મોલ સેવિંગ સ્કીમમાં બહુજ ઓછા રિટર્ન મેળવવા માટે પોસ્ટ ઓફિસમાં એક ખાસ રોકાણનો વિકલ્પ છે રિકરીંગ ડિપોઝીટ. તમને જણાવી દઈએ indiapost.gov.in પર આપવામાં આવેલી જાણકારી મુજબ, રિકરીંદ ડિપોઝીટમાં તમને 7.2 ટકા જેટલું વ્યાજ મળે છે. પોસ્ટઓફિસનાં આ સેવિંગ સ્કીમમાં વ્યાજદરની ત્રિમાસિકગાળાનાં આધારે સરકાર સમીક્ષા કરે છે. અહીં જાણો RD સાથે જોડાયેલી ખાસ વાતો.

  • એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝીટ છે. રિકરીંગ ડિપોઝીટ રોકાણકારોને એક નિશ્વિત અંતરમાં રોકડ રોકાણ કરવાનો વિકલ્પ આપે છે. ફિક્સડ ડિપોઝીટમાં એક નિશ્વિત જમા રાશિ હોય છે જેની પર નક્કી કરેલાં સમયમાં નિશ્લિત રિટર્ન મળે છે. રિકરીંગ ડિપોઝીટમાં રોકાણકાર દર મહિને પૈસા નાખી શકે છે.
  • પોસ્ટઓફિસમાં તમે RD એકાઉન્ટ રોકડ રકમની સાથે સાથે ચેકથી પણ ખોલી શકો છે. ચેકનાં મામલામાં, જમાની તારીખ ઈન્ડિયા પોસ્ટ મુજબ ચેકની પ્રસ્તુતિની તારીખ છે.
  • પોસ્ટ ઓફિસમાં તમે જેટલું ઈચ્છો તેટલું રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટ ખોલી શકો છો.
  • કોઈ પણ માઈનોરનાં નામથી પણ ખાતુ ખોલી શકો છો. 10 વર્ષ અને તેનાંથી વધારે ઉંમરના કિશોર ખાતું ખોલી શકે છે અને તેને ચલાવી શકે છે.
  • પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલું આરડી એકાઉન્ટ પાંચ વર્ષમાં મેચ્યોર થાય છે. તેમં છતાં તેને વાર્ષિક દરનાં આધાર પર આગામી પાંચ વર્ષ સુધી ચાલું રાખી શકાય છે.
  • તમે RD એકાઉન્ટ ફક્ત 10 રૂપિયાની રકમથી પણ ખોલી શકો છો. તેને 5 રૂપિયાનાં ગુણકમાં મહિનાદીઠ કોઈ પણ રાશિ સાથે ખોલી શકો છો.
  • પોસ્ટ આરડી એકાઉન્ટમાં રોકાણની રકમની વધારેમાં વધારે કોઈ સીમા નથી.
  • આ RD એકાઉન્ટમાં તમે એક વર્ષ બાદ બેલેન્સ એમાઉન્ટનો 50 ટકા સુધીનો હિસ્સો નીકાળી શકો છો.
  • ઈન્ડિયા પોસ્ટ મુજબ, માસિક જમાને મહિનાનાં કોઈ પણ દિવસે જમા કરી શકાય છે. ઇએમઆઈની ચુકવણી ન કરવા પર ડિફોલ્ટ થઈ જાય છે. એવામાં તમારે દર પાંચ રૂપિયા પર પાંચ પૈસાની ડિફોલ્ટ ફીસ આપવી પડે છે. જો કોઈ પણ આરડી ખાતામાં માસિક ડિફોલ્ટ રકમ છે, તો જમાકર્તાએ પહેલાં ડિફોલ્ટ ફીસની સાથે નક્કી કરેલાં માસિક જમાની ચૂકવણી કરવાની રહેશે. અને બાદમાં વર્તમાન મહીનાની જમાની ચૂકવણી કરવાની રહેશે.

READ ALSO

Related posts

મીકાના સમર્થનમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘હું કરીશ પાકિસ્તાનમાં પરફોર્મ, કોઇ રોકીને બતાવે’

NIsha Patel

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!