Post Office Recurring Deposit Scheme: બચત કરવી ખૂબ જ જરૂરી છે, તેના માટે રોકાણ સૌથી સારો ઓપ્શન માનવામાં આવે છે. પરંતુ યોગ્ય સમય અને યોગ્ય જગ્યાએ રોકાણ કરવુ પણ જરૂરી હોય છે, જેથી ઓછા રૂપિયામાં મોટી કમાણી કરી શકાય છે. જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યાં હોવ તો તમે પોસ્ટ ઓફિસની આરડીમાં રોકાણ કરી શકાય છે. પોસ્ટ ઓફિસ આરડીમાં તમે દરરોજ 50 રૂપિયા બચાવીને 10 લાખ રૂપિયાની મોટી રકમ તૈયાર કરી શકો છો. પોસ્ટ ઑફિસમાં સારા રિટર્ન સાથે તમને રૂપિયાની સુરક્ષાની ગેરેન્ટી પણ મળશે. તેવામાં તમે જોખમ વિના રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઑફિસ આરડીનો વ્યાજ દર
પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ ખાતામાં ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ખાતુ ખોલી શકાય છે. તેમાં જમા રકમ પર તમને 5.8 ટકાના દરે વ્યાજ મળે છે. પોસ્ટ રેકરિંગ ડિપોઝિટ સ્કીમમાં મિનિમમ 100 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય છે. આ સ્કીમમાં નિશ્વિત વ્યાજના હિસાબે રિટર્ન મળે છે. ભારત સરકાર પોતાની તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરની દર ત્રણ મહિને ઘોષણા કરે છે.
10 વર્ષ મેચ્યોરિટી પીરિયડ
જણાવી દઇએ કે આરડીમાં મેક્સિમમ મેચ્યોરિટી પીરિયડ 10 વર્ષ સુધી છે. પોસ્ટ ઑફિસ રેકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ પાંચ વર્ષ માટે ખોલી શકાય છે પરંતુ તમે તેને આગળ પણ વધારી શકો છો. ખાસ વાત એ છે કે તેમાં તમે ઓનલાઇન રૂપિયા પણ જમા કરી શકો છો. પોસ્ટ ઑફિસની રેકરિંગ ડિપોઝિટમાં સિંગલ એકાઉન્ટ અને જોઇન્ટ એકાઉન્ટ બંનેની સુવિધા છે.

50 રૂપિયાથી કેવી રીતે મળશે 10 લાખ
જો તમે દરરોજ 50 રૂપિયા એટલે કે મહિનાના 1500 રૂપિયા રોકાણ કરશો તો 5 વર્ષમાં 1.-5 લાખ રૂપિયાનું ફંડ મળશે. તેવામાં તમે 25 વર્ષ સુધી રોકાણ કરો તો 10 લાખ રૂપિયા મળશે. વ્યાજ દર 5.8 ટકાના હિસાબે 25 વર્ષ સુધી રોકાણ કરવા પર આ વ્યાજ દર પર 10.39 લાખ રૂપિયાનું ફંડ ઉભુ થઇ જશે.
આ રીતે કરો આવેદન
પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત કોઇપણ વ્યક્તિ ખાતુ ખોલાવી શકે છે. તેમાં વ્યક્તિગત અને બે વયસ્ક વ્યક્તિ એકસાથે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. જણાવી દઇએ કે આરડીમાં સિંગલ એકાઉન્ટ અને જોઇન્ટ એકાઉન્ટ બંનેની સુવિધા છે.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો