GSTV

જોરદાર સ્કીમ! અહીં 10 હજાર રૂપિયાના રોકાણથી ઉભુ કરો 16 લાખનું ફંડ, બેન્ક FD કરતાં પણ મળે છે વધુ વ્યાજ

યોજના

પોસ્ટ ઑફિસની એવી ઘણી યોજનાઓ છે, જ્યાં તમને રોકાણ કરવાથી ઘણો ફાયદો મળે છે. આજકાલ, પોસ્ટ ઑફિસ ડિપોઝિટ સ્કીમ્સમાં બેંકો કરતાં વધુ નફો મળી રહ્યો છે. પોસ્ટ ઑફિસમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં પૈસા સલામત છે. તે જ સમયે, વળતર પણ સારું મળે છે. પોસ્ટ ઑફિસ યોજનાઓમાં રોકાણ કરવામાં કોઈ જોખમ નથી. તેનું કારણ એ છે કે અહીં જમા કરાયેલા નાણાં પર કેન્દ્ર સરકારની સૉવરેન ગેરંટી છે. આ ગેરંટી બેંકોની ફિક્સ્ડ ડિપોઝીટ (FD)પર ઉપલબ્ધ નથી. જો તમે જોખમ વિના સારું વળતર મેળવવા માંગતા હોવ, તો પોસ્ટ ઑફિસની યોજના વધુ સારી છે. આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં નાની રકમનું રોકાણ કરીને મોટું ફંડ બનાવી શકાય છે.

આ યોજના શું છે

પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ નામની આ યોજના વધુ સારું વળતર આપે છે. આમાં ખાતુ ઓછી રકમથી ખોલી શકાશે. ઘણા લોકો રોકાણ કરી શકતા નથી, કારણ કે બેંકોની ઘણી યોજનાઓમાં મોટી રકમ જમા કરાવવી પડે છે. આ સ્કીમમાં તમે ઓછી રકમથી પણ રોકાણ કરી શકો છો.

100 રૂપિયાથી શરૂ થઈ શકે છે રોકાણ

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટમાં દર મહિને 100 રૂપિયા જમા કરીને રોકાણ શરૂ કરી શકાય છે. આ ખાતામાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. કોઈપણ વ્યક્તિ ઇચ્છે તેટલી રકમ જમા કરી શકે છે. પોસ્ટ ઑફિસ રિકરિંગ (આરડી) થાપણો વધુ સારા વ્યાજ દર સાથે નાના હપ્તામાં રોકાણ કરવાની સારી યોજના છે.

કેટલુ મળશે વ્યાજ

પોસ્ટ ઑફિસની રિકરિંગ ડિપોઝિટ યોજનામાં દર ક્વાર્ટર (વાર્ષિક દરે) જમા રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. તે બાદ દર ક્વાર્ટરના અંતમાં એકાઉન્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જોડી દેવામાં આવે છે. પોસ્ટ ઑફિસની વેબસાઇટ અનુસાર, રિકરિંગ ડિપોઝીટ (RD) સ્કીમમાં હાલ 5.8 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે.

યોજના

10 હજાર રૂપિયાના રોકાણ પર મળશે 16 લાખ

દો કોઇ દર મહિને પોસ્ટ ઑફિસની રિકરિંગ ડિપોઝીટ સ્કીમમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કરે તો તેને એક મોટી રકમ મળી શકે છે. પોસ્ટ ઑફિસની રિકરિંગ ડિપોઝીટ સ્કીમમાં ખાતુ 5 વર્ષથી ઓછા સમય માટે નથી ખુલતુ. પરંતુ તેને આગળ વધારી શકાય છે. જો આ સ્કીમમાં 10 વર્ષ માટે દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો મેચ્યોરિટી પર 16.28 લાખ રૂપિયા મળશે.

સમયે હપ્તો નહી ભરો તો ચુકવવી પડશે પેનલ્ટી

રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટમાં સમયે હપ્તો જમા નહી કરાવવા પર દંડ ચુકવવો પડે છે. હપ્તો જમા કરવામાં વિલંબ થાય તો દર મહિને 1 ટકા દંડ જમા કરાવવો પડે છે. જો કોઇએ સતત 4 મહિના હપ્તો ન ભર્યો હોય તો એકાઉન્ટ બંધ થઇ જાય છે. જો કે એકાઉન્ટ બંધ થઇ જાય તો આગામી 2 મહિનાની અંદર તેને ફરીથી ચાલુ કરાવી શકાય છે.

Read Also

Related posts

શું તમને ટ્રાફિકના નિયમો નથી ખબર, તો વાંચી લો આ નવા 19 રૂલ્સ ને થઇ જાઓ ટેન્શન ફ્રી

Pravin Makwana

શું તમે પણ ફોનની બેટરી 100 ટકા ચાર્જ કરો છો? જાણો ચાર્જીંગ કરવાની યોગ્ય પદ્ધતિ વિશે….

Ali Asgar Devjani

SBI ની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો અને મફતમાં 50 લાખનો વીમો પણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!