GSTV
Home » News » લ્યો બોલો! ભગવાન શંકર અને હનુમાનજીના નામે આવી ટપાલ, સરનામુ શોધવામાં પોસ્ટ વિભાગ ગોથે ચડ્યું

લ્યો બોલો! ભગવાન શંકર અને હનુમાનજીના નામે આવી ટપાલ, સરનામુ શોધવામાં પોસ્ટ વિભાગ ગોથે ચડ્યું

uttar pradesh news

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દુબોલિયા બજારમાં ભગવાન શંકર અને ભગવાન હનુમાનના નામે આવેલી એક રજીસ્ટ્રીએ ક્ષેત્રના ટપાલીને પરેશાન કરી મુક્યો છે. ટપાલીને ન તો બંને ભગવાન મળી રહ્યાં છે અને ન તો કોઇ રજીસ્ટ્રી લેવા માટે તૈયાર છે. આ રજીસ્ટ્રી પર મોકલનારનાં નામ પર ન્યાયાલય એફટીસી લખ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બ્તી જિલ્લાના દુબોલિયા પોસ્ટ ઑફિસમાં શનિવારે એક રજીસ્ટ્રી આવી. રજીસ્ટ્રીમાં સરનામુ દુબોલિયા બજાર, હનુમાનગઢી લખ્યુ હતુ. દુબોલિયા પોસ્ટ ઑફિસનો ટપાલી રજીસ્ટ્રી લઇને દુબોલિયા માર્કેટના હનુમાન મંદિર પહોંચ્યો અને પુજારીને રજીસ્ટ્રી લેવા કહ્યું. પરંતુ પુજારીએ આ રજીસ્ટ્રી લેવાથી ઇનકાર કરી દીધો.

જણાવી દઇએ કે દુબોલિયા બજારમાં હનુમાનગઢી મંદિર તો છે પરંતુ આ બંને નામે પહેલાં કોઇ પુજારી કે બજારમાં કોઇ વ્યક્તિ રહેતો નથી. તેવામાં પુજારી તેને કોઇ ષડયંત્ર માની રહ્યાં છે. મંદિરના પુજારી કન્હૈયા દાસે કહ્યું કે અહીં કમલા પ્રસાદ નામનો કોઇ શખ્સ નથી રહેતો. તેવામાં હોઇ શકે છે કે કોઇ ષડયંત્ર હેઠળ આ રજીસ્ટ્રી મોકલવામાં આવી હોય.

પોસ્ટમાસ્ટરે આ અંગે જણાવ્યું કે અમારી પોસ્ટ ઑફિસમાં ભગવાન હનુમાન અને શંકર ભગવાનના નામે રજીસ્ટ્રી આવી છે. તે નામનો કોઇ વ્યક્તિ મળ્યો નથી. હેડ પોસ્ટ માસ્ટર દેવેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું કે જે નામે રજીસ્ટ્રી આવી છે તે નામના શખ્સને બે દિવસમાં શોધી કાઢવામાં આવશે. તે બાદની પ્રક્રિયા હેઠળ રજીસ્ટ્રી પરત મોકલવામાં આવશે.

Read Also

Related posts

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah

પ્રિયંકાને મોદી સામે ચૂંટણી ન લડાવાના આ છે કારણો, કોંગ્રેસ આ ટ્રમ્પકાર્ડનો કરશે અહીં ઉપયોગ

Nilesh Jethva