GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

Post Officeની આ સ્કીમમાં બેંક FD કરતાં પણ વધુ મળે છે ફાયદો, રોજ 100 રૂપિયા ભરીને મેળવી શકશો 5 લાખ રૂપિયા

પોતાની સેલેરી અથવા કમાણીનો અમુક હિસ્સો લોકોએ બચતરૂપે સંભાળીને રાખવો જોઈએ. આજે કરવામાં આવેલી થોડી બચત આપણને ભવિષ્યમાં આર્થિક રીતે મજબૂત બનાવે છે. આ મજબૂતી ત્યારે વધારે લાગે છે જ્યારે જમા કરાવેલી રકમ યોગ્ય જગ્યાએ રોકાણ કરી હોય. ઘણીવાર લોકો બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમમાં પોતાની બચતનું રોકાણ કરે છે.

બેંક એફડી કરતાં પણ મળશે વધુ વ્યાજ

બેંકોની આ પ્રકારની પોસ્ટ ઓફિસની અલગ-અલગ સ્કીમ છે, જ્યાં રોકાણ પર ગ્રાહકોને ફાયદો થાય છે. પોસ્ટની અમુક સ્કીમ છે જેમાં બેંક એફડી કરતાં પણ વધારે વ્યાજ આપવામાં આવે છે. બેંક એફડીની તુલનામાં જો તમે વધુ વ્યાજ મેળવવા માંગો છો તો પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરવું તમારા માટે વધુ ફાયદાકારક થઈ શકે છે. પોસ્ટ ઓફિસની એક એવી જ સ્કીમ છે, જેમાં તમે દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરીને 5 લાખ રૂપિયા મેળવી શકો છો.

રિકરિંગ ડિપોઝીટ સ્કીમ

આ સ્કીમનું નામ રિકરિંગ ડિપોઝીટ સ્કીમ છે. આરડી એકાઉન્ટ કેસ ને ચેક બંને દ્વારા ખોલી શકાય છે. આ ખાતું 18 વર્ષથી ઓછી ઉંમરનાં લોકોનાં નામે પણ ખોલાવી શકાય છે. જે લોકોએ આરડી એકાઉન્ટ ખોલાવ્યુ છે તેઓ સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન પૈસા જમા કરાવી શકે છે. તેમાં એફડી કરતાં વધારે ફાયદો થાય છે. વાત કરીએ આ સ્કીમ હેઠળ મળતા વ્યાજની તો તેમાં લગભગ 5.8 ટકા છે. ખાસ વાત એ છેકે, આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછાં 100 રૂપિયા દર મહિને જમા કરાવવાનાં હોય છે.

ક્યાં સુધી કરશો રોકાણ?

હવે સવાલ એછેકે, આ સ્કીમમાં ક્યાં સુધી દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. જેનાં બદલામાં 5 લાખ રૂપિયા તમને મેચ્યોરિટી સમયે મળી શકે. તો તેના માટે તમારે દર મહિને 3000 રૂપિયા(દરરોજનાં 100 રૂપિયા લેખે) 10 વર્ષ સુધી જમા કરાવવાનાં રહેશે. 10 વર્ષમાં તમારું કુલ રોકાણ 3.60 લાખ રૂપિયા થશે. જેની ઉપર 1.40 લાખ રૂપિયાનું વ્યાજ બની જશે. આ રીતે તમને કુલ 5 લાખ રૂપિયા મળશે.

READ ALSO

Related posts

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Bansari

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!