GSTV

FD કરતાં ઘણુ વધારે વ્યાજ આપે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, બહુ ઓછા રોકાણથી મળશે વધારે ફાયદો

જો તમે ઓછા રોકાણમાં વધારે ફાયદો ઇચ્છતા હોય તો, પોસ્ટ ઓફિસની આ સ્કીમ વિશે તમારે ચોક્કસથી જાણી લેવું જોઇએ. પોસ્ટઓફિસ માસિક આવક યોજના (પીઓએમઆઈએસ) કેન્દ્રીય સંચાર મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી એક રોકાણની યોજનાઓમાંની એક છે.

તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, આ યોજનામાં રોકાણ ન્યૂનતમ રાશિ સાથે શરૂ કરી શકાય છે, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (પીઓએમઆઈએસ) એક ઓછા જોખમવાળી રોકાણ યોજના છે, જે તમને સ્થિર આવક પ્રદાન કરી શકે છે.

આ યોજના ખાસ કરીને નાના રોકાણકારો અને વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ છે, આ યોજના માટે રોકાણની અવધિ પાંચ વર્ષ નક્કી કરવામાં આવી છે. પોસ્ટઓફિસની આ માસિક આવક યોજનામાં તમને એફડીની તુલનામાં વધારે રિટર્ન મળે છે.

આટલા રૂપિયાથી કરી શકો છો શરૂ
રોકાણકાર પીઓએમઆઈએસ યોજનામાં 1000 રૂપિયાથી ઓછી રકમ જમા કરી શરૂ કરી શકે છે, રોકાણકાર તેમાં ધીરે-ધીરે રકમ વધારી શાકે છે. આ યોજનામાં વ્યક્તિગત રૂપે 4.5 લાખ રૂપિયા અને સંયુક્ત રૂપે 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.

પોસ્ટ ઓફિસ એમઆઈએસ 1 જુલાઈ 2019 થી વાર્ષિક 7.6 % વ્યાજદર આપે છે, આ વ્યાજ વાર્ષિક ચૂકવાય છે. હા, ઈન્કમટેક્સ કાયદાના સેક્શન 80C અંતર્ગત પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરવાથી ટેક્સાઅં છૂટ નથી મળતી.

યોજનાની અન્ય મહત્વની વાતો
-પીઓએમઆઈએસ એક નિશ્ચિત આવક યોજના છે. રોકાણકારો દ્વારા જમા કરવામાં આવેલ રાશિ બજાર જોખમો પર આધીન નથી અને સુરક્ષિત રહે છે.
-પોસ્ટ ઓપિસ એમઆઈએસ પાંચ વર્ષ માટે લૉક-ઈન કાર્યકાળ સાથે આવે છે. રોકાણ પરિપક્વ થઈ જાય એટલે રાશિને પાછી લઈ શકાય છે, તેને આગળ પણ વધારી શકાય છે. એક વર્ષ પહેલાં આ યોજનામાંથી પૈસા કાઢવાથી તેમાં કોઇ રિટર્ન નહીં મળે.
-રોકાણકારે રોકાણ કરવાના પહેલા મહિનાથી રોકાણમાંથી ચૂકવણી મળશે. નોંધનિય છે કે, આ પેઆઉટ દર મહિનાના અંતમાં આવે છે, શરૂઆતમાં નહીં.


-એક રોકાણકાર તેના નામ પર એક કરતાં વધારે ખાતાં ખોલી શાલે છે. ભલે એક વ્યક્તિ પાસે એક કરતાં વધારે ખાતાં હોય, પરંતુ બધાં ખાતાં જમા રકમ કુલ 4.5 લાક કરતાં વધારે ન હોવી જોઇએ.
-એક સંયુક્ત ખાતુ એક રોકાણકાર દ્વારા ત્રણ લોકો માટે ખોલી શકાય છે. 10 વર્ષ કે તેનાથી વધારે આયુનાં સગીર તરફથી, કોઇ રોકાણકાર તેના નામનું ખાતુ ખોલી શકે છે.
-સગીર 18 વર્ષનો થઈ જાય ત્યારબાદ એ ધન રાશિનો ઉપયોગ કરી શકશે, સગીરના કેસમાં કુલ રોકાણ રાશિ ત્રણ લાખ રૂપિયા કરતાં વધારે ન હોવી જોઇએ.

Related posts

રાહુલ ગાંધી વડાપ્રધાન બને કે ના બને પરંતુ હરીશ રાવતનો સ્પષ્ટ સંકેત 2022ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે

Ankita Trada

ચતુરબાતેં : વેબસાઈટ પર ચાલતું હતું લાઈવ સેક્સ કોલ રેકેટ, સેક્સ ટોયઝનો જથ્થો મળ્યો

Karan

ભારતીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો ભભૂકી ઉઠ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!