GSTV

કેન્દ્ર સરકારની આ યોજનામાં માત્ર 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, 5 વર્ષ બાદ મળશે 21 લાખ રૂપિયા

નાની-નાની બચત જ ભવિષ્ય મોટી કામમાં આવે છે. એવામાં કોઈ ન કોઈ રીતે બચત તો જોઈએ. બચત માટે રોકાણ સૌથી શ્રેષ્ઠ ઓપ્શન રહે છે. તમે સરકારી યોજનાઓમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસની ઘણી એવી યોજનાઓ છે, જ્યાં તમને રોકાણ કરવાથી સારું રિટર્ન મળે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પણ પોસ્ટ ઓફિસની જ એક શાનદાર સ્કીમ છે. આ સ્કીમમાં તમે કેટલાક વર્ષમાં જ મોટી રકમ ભેગી કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં તમને પૈસા પૂર્ણ રીતે સુરક્ષિચ રહે છે. એવામાં તમે કોઈપણ પ્રકારના જોખમ વગર પણ રોકાણ કરી શકો છો.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટના ફાયદા

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજનાની મેચ્યોરિટી 5 વર્ષની હોય છે. ખાસ વાત એ છે કે, કેટલીક શરતો સાથે તમે 1 વર્ષની પરિપક્વતા સમયગાળા બાદ ખાતાની રાશિને કાઢી શકો છો. નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં વ્યાજદર સરકાર દ્વારા નાણાકિય વર્ષની પ્રત્યેક ત્રિમાસિકની શરૂઆતમાં જ નક્કી કરી લેવામાં આવે છે. તેનાથી તમે 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ યોજનામાં આ સમયે 6.8 ટકા વર્ષના વ્યાજ મળી રહ્યુ છે. આ યોજનામાં ઈનકમ ટેક્સની ધારા 80C હેઠળ વર્ષના 1.5 લાખ રૂપિયાની ટેક્સ છૂટ પણ આપવામાં આવે છે.

કેટલુ કરી શકશો રોકાણ

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હાલમાં 100, 500, 1000, 5000 અને 10 હજાર રૂપિયાના મૂલ્યમાં પણ ઉપલબ્ધ છે. અલગ-અલગ વેલ્યૂના કેટલા પણ સર્ટિફિકેટ ખરીદીને NSC માં રોકાણ કરી શકાય છે. જેમાં લઘુતમ 100 રૂપિયાનું રોકાણ શરૂ કરવામાં આવે છે. તો મહત્તમ રોકાણની કોઈ સીમા નથી.

5 વર્ષમાં મળશે 21 લાખ રૂપિયા

ઉદાહરણ તરીકે જો તમે શરૂઆતમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો, તમને વ્યાજદર 6.8ના હિસાબથી 5 વર્ષ બાદ 20.85 લાખ રૂપિયાની રકમ મળશે. જેમાં તમારુ રોકાણ 15 લાખ હશે, પરંતુ વ્યાજના રૂપમાં લગભગ 6 લાખ રૂપિયાનો ફાયદો હશે.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!