GSTV

શું તમે ઇચ્છો છે કે દર મહીને તમને બેઠી આવક મળતી રહે, તો આજે જ આ સ્કીમનો લાભ લો

જો તમે વૃદ્ધાવસ્થામાં પૈસાની તંગી ના થાય તે માટેની ચિંતા કરો છો તો અમે આજે તમને કેટલીક એવી યોજનાઓ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ કે, જેમાં રોકાણ કરવા પર તમે સંપૂર્ણ અથવા દર મહીને સારી એવી રકમ હાંસલ કરી શકશો. સરકાર સીનિયર સિટિજન્સ માટે અનેક એવી યોજનાઓ લાવી છે કે જે વૃદ્ધાવસ્થામાં તમારો સહારો બની શકે છે. આ યોજનાઓમાં સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), પોસ્ટ ઓફિસ મન્થ્લી ઇન્કમ સ્કીમ (POMIS), પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના (PMVVY) સહિત વિભિન્ન બેંકોની ફિક્સ ડિપોઝીટ (FD) સ્કીમ જેવી તમામ યોજનાઓ છે.

GOVERNMENT SCHEME

પ્રધાનમંત્રી વાયા વંદના યોજના (PMVVY)

પ્રધાનમંત્રી વાયા વંદના યોજના અંતર્ગત કોઇ પણ 10 વર્ષ માટે પૈસા જમા કરાવી શકે છે. હકીકતમાં આ યોજના 60 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે પેન્શન સ્કીમ છે, આને 3 વર્ષ માટે સરકારે ખોલી હતી, જો કે, બાદમાં તેનો ગાળો વધુ 3 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. સીનિયર સિટીઝન આવનારી 31 માર્ચ, 2021 સુધી આ યોજનામાં રોકાણ કરી શકે છે.

પોસ્ટ ઓફિસી મન્થ્લી ઇન્કમ સ્કીમ (Post office monthly income scheme, POMIS)

પોસ્ટ ઓફિસ મન્થ્લી ઇન્કમ સ્કીમમાં વરિષ્ઠ નાગરિક (senior citizen) 5 વર્ષ માટે મુદત રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં રોકાણ કરીને કોઇ પણ સારો નફો કમાઇ શકે છે. સૌથી મોટી બાબત એ છે કે, આ સ્કીમમાં પૈસા લગાવવા પર તમારો પૈસો સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. આ સાથે તમને દર મહીને ફિક્સ વ્યાજ પણ મળતું રહેશે. 5 વર્ષની આ સ્કીમમાં તમે 1 હજાર રૂપિયાથી તમારું ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં રોકાણકારોને દર મહીને વ્યાજ મળે છે.

 • પોસ્ટઓફિસ માસિક આવક યોજનામાં કોણ ખાતું ખોલાવી શકે છે?
 • કોઈ પણ ભારતીય નાગરિક તેમાં ખાતું ખોલાવી શકે છે.
 • એક ખાતાની સાથે-સાથે તેમાં સંયુક્ત ખાતાઓ પણ ખોલાવી શકાય છે.
 • સંયુક્ત ખાતામાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓનો સમાવેશ કરી શકાય છે.
 • ન્યૂનતમ 1 હજાર રૂપિયાથી ખાતું ખોલી શકાય છે.
 • એક જ ખાતામાં વધુમાં વધુ 4.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
 • સંયુક્ત ખાતામાં મહત્તમ 9 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકાય છે.

સીનિયર સિટીજન્સ સેવિંગ સ્કીમ (scss)

Senior Citizens Savings Scheme, SCSS સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ યોજના વરિષ્ઠ નાગરિકો માટે સરકારની એક ખાસ યોજના છે. આ યોજનામાં રોકાણ કરનારા જેઓ 60 વર્ષથી વધારે ઉંમરના છે, તેઓને સરકાર ફિક્સ ડિપોઝીટથી પણ વધારે વ્યાજ આપે છે. આ યોજનામાં રોકાણકારોની રોકાણની રકમ પાંચ વર્ષમાં મેચ્યોર થઇ જાય છે. જો કે, આ ગાળો એક વખત ત્રણ વર્ષ માટે વધારી પણ શકાય છે. સામાન્ય રીતે જોઇએ તો જાન્યુઆરીથી માર્ચ 2019 માટે scss નો વ્યાજ દર 8.6 ટકા નિર્ધારિત કરવામાં આવ્યો હતો. તેમાં વ્યાજ દર 7.5 થી 8.7 ટકા રહે છે. તે બદલાતા રહે છે.

 • સીનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમમાં કોણ ખાતું ખોલાવી શકે છે?
 • સીનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમમાં વ્યક્તિગત અથવા સંયુક્ત ખાતું ખોલી શકાય છે.
 • NRI અને હિંદુ અવિભાજિત પરિવારો આ નિયમો હેઠળ ખાતું ખોલવા માટે પાત્ર નથી.
 • જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે અને તે ભારતનો નાગરિક હોય તો તે એકાઉન્ટ ખોલાવી શકે છે.
 • સમય પહેલાં એકાઉન્ટ બંધ કરવા પર થોડોક દંડ પણ લગાવવામાં આવે છે.

બેંક ફિક્સ ડિપોઝિટ (Bank FD)

આ સિવાય સિનિયર સિટીઝન બેંકોમાં ફિક્સ ડિપોઝીટ કર પણ દર મહીને રકમ હાંસલ કરી શકે છે. બેંકમાં ઓછામાં ઓછાં 7 દિવસ વધુમાં વધુ 10 વર્ષ માટે FD કરાવી શકાય છે. વાત કરીએ FD ની તો દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકમાં FD પર નવા વ્યાજ દરોના હિસાબથી ઇન્ટ્રેસ્ટ આપે છે. નવા દર આ વર્ષે 8 જાન્યુઆરીથી જ લાગુ થઇ ગયા છે. તે અનુસાર, 7 દિવસથી 45 દિવસોમાં પરિપક્વ થયેલી FD પર 2.9 ટકા વ્યાજ મળશે. જ્યારે 46થી 179 દિવસોમાં કરવામાં આવેલ FD પર 3.9 ટકા વ્યાજ મળશે.

READ ALSO :

Related posts

ગરીબ અને અસક્ષમ બાળકોને મળશે સોનેરી તક, બિહારના આનંદકુમારે સુરતમાં શરૂ કરી એકેડમી

Pritesh Mehta

બાલાકોટ એરસ્ટ્રાઈકના બે વર્ષ: વાયુસેનાએ આ રીતે બોલાવ્યો હતો આંતકીઓનો ખાત્મો, વીડિયો જાહેર કરી ઘટનાની યાદ અપાવી

Pravin Makwana

ડિજિટલ યુગ: દેશના પોલીસ અને ટ્રાફિક વિભાગને મળશે હાઈટેક ગિફ્ટ, અપરાધીઓ ચેતી જજો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!