GSTV

આ સરકારી સ્કીમમાં એક જ વાર કરો ઇન્વેસ્ટમેંટ, દર વર્ષે બેઠા-બેઠા થશે 59000ની કમાણી: પતિ-પત્નીને મળશે આ ખાસ લાભ

સ્કીમ

પોસ્ટ ઑફિસમાં ફિક્સ્ડ રિટર્ન ઇન્વેસ્ટમેંટ સાથે સંબંધિત અનેક સ્કીમ છે, જેમાંથી એક મંથલી ઇનકમ સ્કીમ (MIS) પણ છે. આ તમારા સંપૂર્ણ રોકાણ પર દર મહિને આવકની તક આપે છે. આ સ્કીમ અંતર્ગત જોઇન્ટ એકાઉન્ટ દ્વારા મહત્તમ 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. એટલે કે જો પતિ-પત્ની હોય તો સાથે મળીને ખાતુ ખોલી શકાય છે. સ્કીમની મેચ્યોરિટી 5 વર્ષની છે, પરંતુ આગળ રીઇન્વેસ્ટમેન્ટ અંતર્ગત 5-5 વર્ષ માટે તેને વધારવામાં આવી શકે છે.

વર્તમાન ક્વાર્ટર માટે પોસ્ટ ઑફિસ મંથલી ઇનકમ સ્કીમ પર 6.6 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. પોસ્ટ ઑફિસ મંથલી ઇનકમ સ્કીમમાં કોઇપણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. જો 10 વર્ષથી વધુ ઉંમર હોય તો માઇનરના નામે પણ માતા-પિતાની દેખરેખમાં આ ખાતુ ખોલાવી શકાય છે.

સરકાર

કોણે કરવું જોઇએ રોકાણ

પોસ્ટ ઑફિસ મંથલી ઇનકમ તે રોકાણકારો માટે સારી યોજના છે જે દર મહિને ફિક્સ્ડ ઇનકમ ઇચ્છતા હોય, તે પણ ખૂબ જ સુરક્ષિત રીતે. આ ઉપરાંત જો રિટાયરમેંટ બાદ એક સંપૂર્ણ રકમ મળે તો તે રકમને સુરક્ષિત રાખતા તેના દ્વારા દર મહિને નિશ્વિત રકમની કમાણી કરી શકાય છે. જો ઇન્સ્ટોલમેંટના બદલે એક પૂરી રકમનું રોકાણ કરી રેગ્યુલર રિટર્ન મેળવવા માગતા હોવ તો આ અચ્છો વિકલ્પ છે.

 • દર વર્ષે 59,400 અથવા દર મહિને 4950 રૂપિયા
 • જોઇન્ટ એકાઉન્ટ દ્વારા પોસ્ટ ઑફિસ મંથલી ઇનકમ સ્કીમમાં 9 લાખ રૂપિયા જમા કરો.
 • 6.6 ટકા વાર્ષિક વ્યાજ દરે આ રકમ પર કુલ વ્યાજ 59400 રૂપિયા હશે.
 • આ રકમને વર્ષના 12 મહિનામાં વહેંચી દેવામાં આવશે.
 • આ પરિણામે દર મહિનાનું વ્યાજ આશરે 4950 રૂપિયા હશે.
 • સાથે જ જો સિંગલ એકાઉન્ટ દ્વારા 450000 લાખ રૂપિયા જમા કરો તો મંથલી આવતુ વ્યાજ 2475 રૂપિયા હશે.
TDS

જરૂરી ડોક્યુમેંટ્સ

 • ફોર્મ પર પોતાના આઇડી પ્રૂફની ફોટોકૉપી લગાવવાની રહેશે.
 • ફોર્મ સાથે રેઝિડેંશિયલ પ્રૂફની પણ ફોટોકૉપી લગાવવાની રહેશે.
 • આ ઉપરાંત તમારા 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ પણ ફોર્મમાં લગાવવાના રહેશે.
 • ધ્યાન રહે કે તમારી સાથે આ ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ કૉપી પણ વેરિફિકેશન માટે લઇ જાઓ.

આ રીતે ખોલાવો ખાતુ

 • તેના માટે સૌથી પહેલા પોસ્ટ ઑફિસમાં બચત ખાતુ ખોલાવાનું રહેશે. જો તમારી પાસે પહેલાથી એકાઉન્ટ ન હોય.
 • તે બાદ કોઇપણ નજીકની પોસ્ટ ઑફિસ બ્રાન્ચથી મંથલી ઇનકમ સ્કીમ માટે એક ફોર્મ લેવાનું રહેશે.
 • તેને યોગ્ય રીતે ભરીને વિટનેસ અથવા નોમિનીની સાઇન સાથે પોસ્ટ ઑફિસમાં જમા કરો.
 • ફોર્મ સાથે એકાઉન્ટ ખોલવા માટે નિશ્વિત રકમ માટે ચેક જમા કરો.

ફીચર્સ

 • મંથલી ઇનકમ સ્કીમમાં લૉકઇન પીરિયડ 5 વર્ષનો હોય છે. પરંતુ તેને આગળ પણ 5-5 વર્ષ માટે વધારી શકાય છે.
 • તેમાં સિંગલ અને 3 એડલ્ટ મળીને જોઇન્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા છે.
 • સિંગલ એકાઉન્ટ દ્વારા વધુમાં વધુ 4.5 લાખ અને જોઇન્ટ એકાઉન્ટ દ્વારા વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરી શકાય છે.
 • જો તમે તમારા શહેર અથવા સરનામુ બદલો તો આ એકાઉન્ટને એક પોસ્ટ ઑફિસથી બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાવી શકો છો.
 • આ ખાતુ ફક્ત ભારતીય નાગરિક જ ખોલાવી શકે છે.
 • તેના પર વાર્ષિક મળતાં વ્યાજને 12 હિસ્સામાં વહેંચીને મંથલી આધાર પર ખાતામાં નાંખવામાં આવે છે.
 • જો તમે મેચ્યોરિટી પહેલાં રૂપિયા ઉપાડો તો તેના પર પેનલ્ટી આપવી પડે છે.

Read Also

Related posts

આ ટીવી સ્ટાર સાથે રેલવે સ્ટેશન પર થઇ ગંદી હરકત, અચાનક યુવકોએ આવીને ટૉપ ફાડી નાંખ્યુ અને….

Bansari

ગુલાબ ગેંગ/ યુપી વિધાનસભા ચૂંટણીમાં BJPના મૂળિયા ઉખેડવા ગુલાબી ગેંગ પણ તૈયાર, જો અમારી વાત નહીં સાંભળે તો CMને પણ ધમકી આપીશું

Pravin Makwana

ખેડૂત ભાઈઓ માટે કામના સમાચાર/ રજીસ્ટ્રેશન કરવામાં જો નાની એવી ભૂલ હશે તો પણ અટકી જશે આપના રૂપિયા, ફટાફટ સુધારી નાખો ભૂલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!