GSTV

રોકાણ/ પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં પૈસા લગાવશો તો દર મહિને થશે મોટી કમાણી, ઢળતી ઉંમરે નહીં રહે કોઇ ચિંતા

પોસ્ટ

Last Updated on February 4, 2021 by Bansari

સૌકોઇ ઇચ્છે છે કે રિટાયરમેંટ બાદ તેને નિયમિત આવક મળતી રહે જેથી તે કોઇ પર ભારણ ન બને. વૃદ્ધાવસ્થામાં પોતાના ખર્ચ પૂરા કરવા અને પોતાની સંભાળ લેવા માટે રેગ્યુલર ઇનકમનો કોઇ સ્ત્રોત હોવો જરૂરી છે. આજકાલ મોટાભાગે નોકરીઓમાં નિયમિત પેંશનની વ્યવસ્થા ન હોવાના કારણે આવી વ્યવસ્થા પહેલાથી જ કરીને રાખવી જરૂરી બની ગઇ છે. નિયમિત આવકના હિસાબે પોસ્ટ ઑફિસની એક બચત યોજના ઘણી કામની છે. તેવામાં પોસ્ટ ઑફિસની બચત યોજનાઓમાં રોકાણ કરવુ વધુ યોગ્ય છે. કારણ કે બેન્કો અને અન્ય ફાઇનાન્શિયલ કંપનીઓમાં હવે જમા રકમ પર વ્યાજ ઘણુ ઓછુ મળી રહ્યું છે. પોસ્ટ ઑફિસમાં બચત કરવી સુરક્ષિત પણ છે. કારણ કે અહીં જમા કરવામાં આવેલી રકમ પર સરકારની સોવરેન ગેરેંટી મળે છે. તેનો અર્થ એ છે કે પોસ્ટ ઑફિસમાં લગાવવામાં આવેલા તમારા પૈસા કોઇ પણ સ્થિતિમાં ડૂબશે નહીં. પોસ્ટ ઑફિસની નિયમિત કમાણી વાળી સ્કીમ વિશે જાણો વિગતે….

7th Pay Commission

નિયમિત આવક મેળવવા માટે પોસ્ટ ઑફિસની સૌથી સારી યોજના

પોસ્ટ ઑફિસની મંથલી ઇનકમ સ્કીમ નિયમિત આવક મેળવવા માટે સૌથી સારી યોજના માનવામાં આવે છે. આ કેન્દ્રીય સંચાર મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. તેમાં દર મહિને આવકનો વિકલ્પ મળે છે.

પોસ્ટ ઑફિસની મંથલી ઇનકમ સ્કીમ અંતર્ગત એકાઉન્ટ ખોલવા પર 7.5 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળે છે. તેમાં જમા કરવામાં આવેલી મૂડી પણ સુરક્ષિત રહે છે. આ યોજનામાં આકર્ષક રિટર્ન મળે છે. આ સ્કીમમાં લઘુત્તમ 1500 રૂપિયા જમા કરી શકાય છે.

પોસ્ટ

કોણ અને કેટલુ કરી શકે છે રોકાણ

પોસ્ટ ઑફિસની મંથલી ઇમકમ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો છે. આ સ્કીમમાં મહત્તમ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. સાથે જ જો કોઇ પોતાની પત્ની અથવા બાળક સાથે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવે તો મહત્તમ 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છે. એ સ્કીમમાં સગીરના નામે પણ એકાઉન્ટ ખોલી શકાય છે.

પોસ્ટ ઑફિસ મંથલી ઇનકમ સ્કીમમાં રોકાણ કરવા પર ઇનકમ ટેક્સ કાયદાના સેક્શન 80સી અંતર્ગત ટેક્સ પર છૂટ નથી મળતી. તેમાં મળતા વ્યાજ પર પણ ટેક્સ લાગે છે. જો કે મેચ્યોરિટી બાદ તેમાં દર મહિને નિર્ધારિત અમાઉન્ટ મળતી રહે છે.

પોસ્ટ ઑફિસ મંથલી ઇનકમ સ્કીમ અંતર્ગત ખોલવામાં આવેલા એકાઉન્ટને એક પોસ્ટ ઑફિસથી બીજી પોસ્ટ ઑફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે. તેના માટે કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. આ ઉપરાંત તેમાં સિંગલ એકાઉન્ટને જોઇન્ટ એકાઉન્ટ અને જોઇન્ટ એકાઉન્ટને સિંગલ એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે.

પોસ્ટ

મેચ્યોરિટી પીરિયડની પહેલા પૈસા ઉપાડવાથી થશે નુકસાન

આ સ્કીમમાં 5 વર્ષના મેચ્યોરિટી પીરિયડની પહેલા પૈસા ઉપાડવાથી નુકસાન થાય છે. જો કોઇ એક વર્ષની અંદર જમા પૈસા ઉપાડી લે તો તેને કોઇ રિટર્ન નહી મળે.

પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં 1 વર્ષ બાદ પૈસા ઉપાડી શકાય છે પરંતુ 3 વર્ષ પહેલા પૈસા ઉપાડવા પર 2 ટકા પેનલ્ટી ચૂકવવી પડે છે. સાથે જ 3 વર્ષ બાદ જમા પૈસા ઉપાડવા પર 1 ટકાની કપાત કરવામાં આવે છે.

Read Also

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!