GSTV
Finance Trending

દર મહિને કરવા માંગો છો કમાણી, તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં લગાવો પૈસા, ફાયદાનું છે રોકાણ

રોકાણનાં આમ તો ઘણા વિકલ્પ છે. પરંતુ એક એવી નાની બચત યોજના પણ છે. જેમાં તમે પૈસા લગાવો અને દર મહિને કમાણી કરવાની તક આપે છે. પોસ્ટ ઓફિસની એક એવી સેવિંગ સ્કીમ છે મંથલી ઈનકમ સ્કીમ એટલેકે એમઆઈએસ. આ એક એવી સ્કીમ છે જેમાં તમે એકસાથે રોકાણ કરી દર મહિને વ્યાજ રૂપિયાના રૂપમાં મેળવી શકો છો. એમઆઈએસ એકાઉન્ટની મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો હોય છે. જેમાં એકાઉન્ટ હોલ્ડરને એકસાથે જમા કરાવેલાં પૈસા પર દર મહિને વ્યાજ મળે છે. ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારા મુજબ, 1 જૂલાઈ 2019થી યોજનમાં વાર્ષિક આધાર પર વ્યાજ 7.6 ટકા મળે છે. જેમાં દર મહિને પેમેન્ટ કરવામાં આવે છે.

MIS સ્કીમ

એમઆઈએસ સ્કીમ હેઠળ ખોલવામાં આવેલાં એકાઉન્ટને સિંગલ અને જોઈન્ટ બંને રીતે ખોલી શકાય છે. વ્યક્તિગત ખાતુ ખોલતી વખતે તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1500 રૂપિયા અને વધારેમાં વધારે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. પરંતુ જોઈન્ટ ખાતામાં વધારેમાં વધારે 9 લાખ રૂપિયા સુધી જમા કરવી શકો છો. આ યોજના રિટાયર્ડ કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે બહુજ ઉપયોગી છે. તેમાં દર મહિને વ્યાજ મળે છે.

જોઈન્ટ એકાઉન્ટનો પણ વિકલ્પ

આમા સારી વાત એ પણ છેકે, બેકે ત્રણ લોકો સાથે મળીને પણ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છે. આ એકાઉન્ટનાં બદલામાં મળનારી દર મહિનાની રકમને દરેક મેમ્બરને સરખા હિસ્સે વહેંચી દેવામાં આવે છે. અને જોઈન્ટ એકાઉન્ટને કોઈ પણ સમયે સિંગલ એકાઉન્ટમાં કન્વર્ટ કરાવી શકો છો. એજ રીતે સિંગલ એકાઉન્ટને જોઈન્ટ એકાઉન્ટમાં પણ કન્વર્ટ કરાવી શકાય છે. એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવા માટે દરેક એકાઉન્ટ મેમ્બર્સની હસ્તાક્ષર કરેલી એપ્લિકેશન આપવાની જરૂર પડશે.

પૈસા કાઢવા માટે આ રહેશે શરતો

કોઈ  પણ ખાસ અવસર પર તમે આ સ્કીમ હેઠળ જમા પૈસાને પહેલાં પણ કાઢી શકો છો. પરંતુ એવું કરવા પર તમને પૈસા કાપીને મળશે. ધ્યાન રાખવુંકે, એકાઉન્ટ ખોલ્યા બાદ એક વર્ષ સુધી પૈસા ઉપાડી શકાશે નહી. જો એકાઉન્ટ ખોલાવ્યાનાં એકથી ત્રણ વર્ષની વચ્ચે પૈસા કાઢશો તો જમા રકમના 2 ટકા પૈસા કાપીને પૈસા પાછા આપવામાં આવશે. જો એકાઉન્ટ ખોલાવ્યાનાં ત્રણ વર્ષ બાદ મેચ્યોરિટી પહેલાં ક્યારેય પણ પૈસા ઉપાડશો તો જમા રાશિના 1 ટકા કાપીને પૈસા પાછા મળશે.

આ સ્કીમ આ કારણે છે ખાસ

આ સ્કીમ હેઠળ તમે એકાઉન્ટને એક પોસ્ટ ઓફિસથી અન્ય પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકો છો. જ્યારે પણ પાંચ વર્ષે પૈસાની મેચ્યોરિટી એટલેકે પાંચ વર્ષ પૂરા થઈ જાય તો તેને ફરીથી રોકાણ કરી શકો છો. એકાઉન્ટ હોલ્ડર તેમાં કોઈ નોમિનીને પણ નિયુક્ત કરી શકે છે. કોઈ અનહોનીને કારણ ખાતાધારકના મૃત્યુબાદ જમા રાશિનો હકદાર નોમિની હોય છે. આ યોજનામાં એક ખાસ વાત એ છેકે, તેમાં ટીડીએસ લાગતુ નથી. જ્યારે આ રોકાણને બદલે મળનારા વ્યાજ પર ટેક્સ આપવો પડતો નથી.

READ ALSO

Related posts

છુટી નથી રહી ચા પીવાની ટેવ, અપનાવો આ 3 સરળ રીત

Akib Chhipa

પ્રિન્સ હેરી માટે આ વાતથી ચિંતિત હતા એલિઝાબેથ II : બાયોગ્રાફીમાં દાવો

GSTV Web Desk

સાસરિયામાં ચાલે છે આ છોકરીઓનું રાજ, પરિવાર સાથે હળીમળીને રહેવાથી થાય છે પ્રશંસા

Kaushal Pancholi
GSTV