પોસ્ટઓફિસની સ્કીમમાં રોકાણ કરવું બહુજ સુરક્ષિત માનવામાં આવે છે. જો તમે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવાનું વિચારી રહ્યા છો તો તમે નેશનલ સેવિંગ મંથલી ઈનકમ એકાઉન્ટમાં રોકાણ કરી શકો છો. ગ્રાહક આમાં બચત ખાતું ખોલાવીને દર મહિને ગેરંટીડ 5100 રૂપિયા મેળવી શકે છે. પોસ્ટ ઓફિસ(Post Office)માં રોકાણ કરવું સુરક્ષિત માનવામાં આવે છેકે, કારણકે, તે સરકાર દ્વારા સંચાલિત છે. કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકાય છે.
ઓછામાં ઓછાં 1000 રૂપિયા જમા કરાવી શકાય
હવે સવાલ એ છેકે, નેશનલ સેવિંગ મંથલી ઈનકમ એકાઉન્ટ (Monthly Income Scheme)માં કેવી રીતે અને કેટલું રોકાણ કરવાનું રહેશે જેથી આ ગેરંટીડ રકમ પ્રાપ્ત થઈ શકે. વાસ્તવમાં આ સ્કીમમાં ઓછામાં ઓછાં 1000 રૂપિયા જમા કરાવી શકાય છે, જેને બાદમાં 1000ના મલ્ટીપલમાં વધારી શકાય છે. તેમાં 10 વર્ષથી ઓછી ઉંમરનાં લોકો પણ રોકાણ કરી શકે છે. સગીરનાં ખાતાનું સંચાલન તેનાં માતા-પિતા કરી શકે છે.

મહત્તમ 9 લાખ રૂપિયાનું રોકાણ થઈ શકશે
વ્યક્તિગત રીતે, આ સ્કીમમાં 4.5 લાખ તો જોઈન્ટ રૂપે મહત્તમ 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. સ્કીમમાં મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો નિર્ધારિત છે. તો મેચ્યોરિટી પહેલાં પૈસા ઉપાડવા હોય તો ખાતાને એક વર્ષ પુરુ થયા બાદ તેની પણ સુવિધા મળે છે.
6.6 ટકાનાં દરથી વ્યાજ મળશે
આ સ્કીમમાં હાલનાં સમયમાં 6.6 ટકાનાં દરથી વ્યાજ આપવામાં આવી રહ્યુ છે. એવામાં જો માની લો કે, પતિ-પત્ની મળીને જોઈન્ટ એકાઉન્ટ હેઠળ તેમાં 9 લાખ (4.5 અને 4.5)નું રોકાણ કરી શકો છો. તો તેમને વાર્ષિક 6.6 ટકાનાં દરથી 61200 રૂપિયાની કમાણી થશે. એટલેકે, જો દર મહિને તમને 5100 રૂપિયાનું વ્યાદ મળશે. ખાસ વાત એ છેકે, રોકાણ કરવાનાં પહેલાં મહિનાથી જ તમને પેઆઉટની સુવિધા મળશે.
READ ALSO
- વાસ્તુશાસ્ત્ર/ ઘર બનાવતી વખતે વાસ્તુના આ 6 નિયમો ધ્યાનમાં રાખો, કોઈ પણ અવરોધો વિના થશે જીવનમાં પ્રગતિ
- કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, સરકારી ગ્રાન્ટેડ શાળામાં કારકિર્દી માર્ગદર્શન-વોકેશનલ ગાઈડન્સ માટે કાયમી વ્યવસ્થા તંત્ર સ્થાપિત કરવા કરી માંગ
- Animal સામે ટક્કર આપવા તૈયાર છે વિક્કી કૌશલની Sam Bahadur, ધડાધડ થઈ રહ્યું છે ફિલ્મનું એડવાન્સ બુકિંગઃ જોઈ લો આંકડાઓ
- અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે
- ગુરુ બૃહસ્પતિ અને શુક્ર દેવે સમસપ્તક રાજયોગ બનાવ્યો, આ 4 રાશિના લોકોને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના પ્રબળ યોગ