GSTV

જલ્દી કરો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, થોડા મહીનામાં જ ડબલ થઈ જશે તમારા પૈસા

પોસ્ટ ઓફિસ ગ્રાહકોને અલગ-અલગ સ્કીમ ઓફર કરતી રહે છે. આ સ્કીમ નાના સમયગાળાથી લઈને મોટા સમય માટે પણ સારું રિટર્ન ઓફર કરે છે. પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાથી ગ્રાહકોના ફાયદાની સાથે-સાથે નાણાકિય સુરક્ષા પણ આપે છે. તેથી જ આ સરકાર દ્વારા સંચાલિત છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં લોકો વિશ્વાસની સાથે પોતાની મેહનતની વધારે રકમ કમાણી કરી શકે છે. જો તમે પણ પોતાના પૈસાને ગેરંટી ડબલ કરવા માગો છો તો તમે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરવા પર શ્રેષ્ઠ રિટર્નની ગેરંટી મળે છે.

6.9 ટકાના દરથી મળે છે વ્યાજ

કિસાન વિકાસ પત્ર યોજનામાં તમારુ રોકાણ 124 મહીનામાં ડબલ થઈ જશે. વર્ષ 2021ની બીજી ત્રિમાસીક એટલે કે, 30 સપ્ટેમ્બર સુધી તેનુ વ્યાજ દર 6.9 ટકા નક્કી કરવામાં આવ્યુ છે. જો તમે આ યોજનામાં એકમુશ્ત 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો, તમને મેચ્યોરિટી પર 2 લાખ રૂપિયામાં રિટર્ન મળશે.

મળે છે ઘણી સુવિધા

કિસાન વિકાસ પત્ર યોજનામાં તમને ઘણી સુવિધાઓ મળે છે. તમે તેને 2.5 વર્ષ બાદ રિટર્ન કરી શકો છો. તે સિવાય આ યોજનાને બીજી પોસ્ટ ઓફિસમાં પણ ટ્રાંસફર કરી શકાય છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં નોમિનેશનની પણ સુવિધા આપવામાં આવે છે.

કોણ કરી શકે છે રોકાણ

18 વર્ષ બાદ કોઈ ભારતીય કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરી શકે છે. ખાસ વાત એ છે કે, આ યોજનામાં તમને સિંગલ એકાઉન્ટ અને જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા મળે છે. જોકે, આ યોજનામાં નાબાલિગ પણ અરજી કરી શકે છે, પરંતુ તેમની દેખરેખ અભિભાવકને કરવાની હશે.

સર્ટિફિકેટના રૂપમાં થાય છે રોકાણ

કિસાન વિકાસ પત્ર (KVP) માં 1000 રૂપિયા, 5000, 10,000 રૂપિયા અને 50,000 રૂપિયા સુધીનાં પ્રમાણપત્રો છે, જે ખરીદી શકાય છે.

READ ALSO

Related posts

કામના સમાચાર/ 4 ટકાથી પણ ઓછા વ્યાજ દરે મળી રહી છે હોમ લોન, 8 લાખ રૂપિયાનું વાઉચર અને આ ફાયદા પણ ખરા

Bansari

શું તમારે પણ ATM માંથી કેશ ન નીકળ્યા અને ખાતામાંથી પૈસા કપાઈ ગયા? પરત મેળવવા અપનાવો આ સરળ રીત

Ankita Trada

ગામડાના લોકોને મળશે વધુ સુવિધાઓ, મોદી સરકારે લોન્ચ કરી 10 હજાર કરોડ રૂપિયાની યોજના

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!