GSTV

ફાયદાનો સોદો/ પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમમાં જમા કરો 5 હજાર રૂપિયા, એક સાથે મળશે 7.25 લાખ રૂપિયા!

પોસ્ટ

Last Updated on May 21, 2021 by Bansari

પોસ્ટ ઓફિસમાં(Post Office) રોકાણ કરવા માટે ઢગલાબંધ સ્કીમ્સ છે. જ્યાં રોકાણ પર તગડુ વ્યાજ મળે છે. સાથે ટેક્સમાં પણ બચત થશે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ જ્યાં રોકાણ પર વીમા પોલીસી સહિત અનેક સુવિધાઓ મળે છે. સાથે જ સ્કીમ અંતર્ગત મેચ્યોરિટી પર તમને એક સાથે 7.25 લાખ રૂપિયા મળશે. તો ચાલો તમને જણાવીએ આ સ્કીમ વિશે બધુ જ…

પોસ્ટ

શું છે પોસ્ટ ઓફિસની સ્કીમ

પોસ્ટ ઓફિસની આ ખાસ યોજનાનું નામ છે પોસ્ટ ઓફિસ ગ્રામ પ્રિય સ્કીમ (Post Office Gram Priya Scheme) છે. આ યોજનાની શરૂઆત મલ્હોત્રા સમિતિ દ્વારા ભારતમાં વીમા સ્થિતિમાં સુધાર માટે એક ભલામણ રૂપે શરૂ કરવામાં આવી હતી. તે સમયે કુલ વસ્તીના ફક્ત 22 ટકાની પાસે જ વીમો હતો. આજે આ યોજનાનો વિસ્તાર ભારતના વિભિન્ન ગ્રામીણ ક્ષેત્રોમાં થઇ ચુક્યો છે. આ યોજનાનો ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 45 વર્ષનો વ્યક્તિ લઇ શકે છે.

પોસ્ટ

કેટલુ જમા કરવુ પડશે પ્રીમિયમ

આ સ્કીમમાં જો તમે દર મહિને 5042 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવો છો તો આ યોજનાના મેચ્યોર થવા પર તમને 7.25 લાખ રૂપિયાનું રિટર્ન મળશે. સ્કીમનો પીરિયડ 10 વર્ષ છે. આ રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમ અંતર્ગત આવે છે.

પોસ્ટ

કેવી રીતે મળશે 7.25 લાખ રૂપિયા

Post Office Gram Priya Schemeના મેચ્યોર થવા પર 7.25 લાખ રૂપિયા મળે છે. આ યોજના અંતર્ગત પ્રતિ હજાર સમ અશ્યોર્ડ વાર્ષિક આધારે 45 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવી રહ્યું છે. તેવામાં 5 લાખ રૂપિયાના સમ અશ્યોર્ડ પર બોનસની રકમ 22,500 રૂપિયા થશે. 10 વર્ષમાં આ રકમ થઇ જશે 2,25,000 રૂપિયા. આ ઉપરાંત તમને ત્રણ વાર જે રકમ અશ્યોર્ડની રકમ મળી રહી છે તેને કેલ્ક્યુલેટ કરો તો 10 વર્ષમાં તમને 5 લાખ રૂપિયા સમ અશ્યોર્ડ મળશે. એટલે કે 5 લાખ સમ અશ્યોર્ડની બાકી રકમ અને 2.25 લાખ બોનસ, બંને જોડી દઇએ તો 7.25 લાખ રૂપિયા થશે.

Read Also

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!