GSTV
Home » News » માત્ર Rs.5000માં લઈ શકો પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી, પહેલા દિવસથી થશે આટલી કમાણી

માત્ર Rs.5000માં લઈ શકો પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી, પહેલા દિવસથી થશે આટલી કમાણી

જા તમે ઓછા રોકાણમાં બિઝનેસ કરવા માટે વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. દેશમાં ૧.પપ લાખ પોસ્ટ ઓફિસ હોવા છતાં ઘણા વિસ્તારોમાં એવા છે જ્યાં પોસ્ટ ઓફિસ નથી. આ જ\રિયાતને ધ્યાનમાં રાખીને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ઈન્ડિયા પોસ્ટ (India Post) પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી ખોલવા અને કમાણીની કરવાની તક આપે છે.

જો તમે પણ ફ્રેન્ચાઇઝી લેવા ઈચ્છતા હોવ તો માત્ર રૂ.પ૦૦૦ની સિક્યોરીટી ડીપોઝીટ કરવી પડશે. ફ્રેન્ચાઇઝી દ્વારા તમે સ્ટેમ્પ, સ્ટેશનરી, સ્પીડ પોસ્ટ, આર્ટિકલ્સ, મની ઓર્ડર બુકિંગની સુવિધા મેળવી શકો છો અને આ જ સુવિધાઓ એક નિશ્ચિત કમિશન સાથે ફ્રેન્ચાઇઝી લેનારાની કાયમી કમાણીનું સાધન બની જશે.

કોણ લઈ શકે ફ્રેન્ચાઇઝી:

કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, સંગઠન, કોર્નર શોપ, પાનવાળો, કરિયાણા વાળો, સ્ટેશનરી શોપ, નાના દુકાનદાર વગેરે પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈ શકે છે. આ માટે એક ફોર્મ સબમિટ કરવાનું હોય છે. સિલેક્ટ થયેલા લોકો સાથે પોસ્ટ ઓફિસ એમઓયૂ સાઇન કરશે. વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષ હોવી જોઈએ. સાથે જ તે આઠ ધોરણ પાસ હોવી જોઈએ.

કેવી રીતે થાય છે પસંદગીઃ

ફ્રેન્ચાઇઝી માટે વ્યક્તિની પસંદગી સંબંધિત ડિવિઝન દ્વારા કરવામાં આવે છે. અરજી ફોર્મ મળ્યાના ૧૪ દિવસની અંદર ASP /SDl ના રિપોર્ટના આધારે પસંદગી થાય છે. ફ્રેન્ચાઇઝી ખોલવાની મંજૂરી એવી ગ્રામ પંચાયતોમાં નથી મળતી જ્યાં પહેલેથી જ પંચાયત સંચાર સેવા યોજના સ્કિમ અંતર્ગત પંચાયત સંચાર સેવા કેન્દ્ર ચાલે છે.

કોણ ફ્રેન્ચાઇઝી ન લઈ શકેઃ

પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મીઓના પરિવારજનો એ જ ડિવિઝનમાં ફ્રેન્ચાઇઝી નથી મળી શકતી જ્યાં તે કામ કરે છે. જોકે, પરિવારના સભ્યોમાં કર્મીની પત્ની, તેના સગા કે બાળકો જો તેના પર જ નિર્ભર હોય અને સાથે રહેતા હોય તે ફ્રેન્ચાઇઝી લઈ શકે છે.

કેટલી આપવી પડશે સિક્યોરિટી ડિપોઝીટ:

પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી માટે લઘુત્તમ સિક્યોરિટી ડિપોઝીટ રૂ.પ૦૦૦ છે. આ ફ્રેન્ચાઈઝી દ્વારા એક દિવસમાં કરવામાં આવેલો નાણાકીય વ્યવહારના સંભવિત મહત્તમ સ્તર પર આધારિત છે. પાછળથી રોજની આવકના આધારે સરેરાશ વધારો થાય છે. સિક્યોરિટી ડિપોઝીટ એનએસસીના સ્વ\પમાં લેવામાં આવે છે.

પોસ્ટ ઓફિસ તરફથી મળશે આ સર્વિસ અને પ્રોડક્ટઃ

રજિસ્ટર્ડ આર્ટિકલ્સ, સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સ, મની ઓર્ડર બુકિંગ. જો કે ૧૦૦ રૂપિયાથી ઓછી કિંમતનો મની ઓર્ડર બૂક નહીં થાય. પોસ્ટ લાઇફ વીમા માટે એજન્ટ માટે કામ કરી શકશે. બિલ, ટેક્સ, દંડનું કલેક્શન જેવી સેવા. ઇ-ગવર્નન્સ અને સિટિઝન સેન્ટ્રીક સર્વિસ. ડિપાર્ટમેન્ટે હાયર કર્યું હોય અથવા જોડાણ કર્યું હોય તેવી પ્રોડક્ટનું માર્કેટિંગનું કામ.

કેવી રીતે થશે કમાણીઃ

ફ્રેન્ચાઈઝી દ્વારા જે સર્વિસ આપવામાં આવશે તેના પર ડિપાર્ટમેન્ટ દ્વારા કમિશન આપવામાં આવશે. આ કમિશનની રકમ એમઓયૂમાં લખેલી હોય છે. રજિસ્ટર્ડ આર્ટિકલ્સના બુકિંગ પર ૩ રૂપિયા, સ્પીડ પોસ્ટ આર્ટિકલના બુકિંગ માટે ૫ રૂપિયા, ૧૦૦થી ૨૦૦ રૂપિયાના મની ઓર્ડર બુકિંગ પર ૩.૫ રૂપિયા, ૨૦૦ રૂપિયાથી વધારે મની ઓર્ડરની બુકિંગ પર ૫ રૂપિયા કમિશન મળશે.

દર મહિને રજીસ્ટર એડી તેમજ સ્પીડ પોસ્ટના ૧૦૦૦થી વધારે આર્ટિકલ્સ બુકિંગ પર ૨૦ ટકા વધારાનું કમિશન આપવામાં આવશે. પોસ્ટેઝ સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેશનરી અને મની ઓર્ડર ફોર્મના વેચાણ પર વેચાણ કિંમતના પાંચ ટકા કમિશન મળશે. રેવન્યૂ સ્ટેમ્પ, સેન્ટ્રલ રિક્રૂટમેન્ટની સ્ટેમ્પ્સ વગેરેના વેચાણ પર રિટેલ સર્વિસિસ પર પોસ્ટલ ડિપાર્ટમેન્ટને થયેલી કમાણીના ૪૦ ટકા કમિશન આપવામાં આવશે.

Read Also

Related posts

ગાજીપુરમાં બસપાને બદલે ભાજપને મત આપનારી મહિલાની પતિએ કરી હત્યા

Dharika Jansari

પરિણામ પહેલાં 21 પાર્ટીઓની બેઠક, સુપ્રીમ બાદ હવે ચૂંટણીપંચનો દરવાજો ખખડાવ્યો

Mansi Patel

આ 6 ફિલ્મી કલાકારોનું દાવ પર છે ભવિષ્ય, એક્ઝિટ પોલે આશા જન્માવી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!