GSTV

પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ/ એક વર્ષમાં મળશે બેંક કરતા પણ વધારે ફાયદા, જોઈ લો વ્યાજ સહિતની અન્ય કેટલી મળશે સુવિધા

રિટર્ન

Last Updated on January 5, 2022 by Pravin Makwana

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું સુરક્ષિત અને નફાવાળું રોકાણ સાબિત થઈ શકે છે. જો આપ સારામાં સારૂ રિટર્ન મેળવવા માગતા હોવ તો આપ પોસ્ટ ઓફિસમાં ફિકસ્ડ ડિપોઝીટમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં એફડી કરવાથી આપને બીજી પણ કેટલીય સુવિધાઓનો લાભ મળે છે.

તેમાં સારામાં સારા રિટર્નની સાથે સરકારી ગેરેન્ટી પણ મળે છે. તેમાં આપને ત્રિમાસિકના આધારે વ્યાજની સુવિધા પણ મળે છે.

બેંક

પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવું સરળ

પોસ્ટ ઓફિસમાં એફડી કરાવાનું એકદમ સરળ છે. ઈંડિયા પોસ્ટમાં વેબસાઈટ પર તેની જાણકારી આપવામાં આવી છે. આ જાણકારી અનુસાર પોસ્ટ ઓફિસમાં આપ અલગ અલગ 1,2,3,5 વર્ષ માટે એફડી કરાવી શકો છે. તો આવો જાણીએ આ સ્કીમમાં ક્યા ક્યા ફાયદા મળે છે.

  • પોસ્ટ ઓફિસમાં એફડી કરાવા પર આપને ભારત સરકારની ગેરેન્ટી મળે છે.
  • તેમાં રોકાણના પૈસા એકદમ સૈફ રહે છે.
  • તેમાં એફડી ઓફલાઈન અથવા ઓનલાઈન દ્વારા પણ કરાવી શકાય છે.
  • તેમાં આપ એકથી વધારે એફડી પણ કરાવી શકો છો.
  • આ ઉપરાંત એફડી અકાઉન્ટને જોઈન્ટ પણ કરાવી શકો છો.
  • તેમાં પાંચ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝીટ કરવા પર આપને આઈટીઆર ફાઈલ કરવામાં ટેક્સ છૂટનો પણ લાભ મળે છે.
  • એક પોસ્ટ ઓફિસમાં એફડી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી ટ્રાંસફર કરી શકાય છે.
બિઝનેસ

આવી રીતે ખોલો એફડી

પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા માટે આપ ચેક અથવા કૈશ આપીને ખાતુ ખોલાવી શકો છે. તેમાં ન્યૂનતમ 1000 રૂપિયાથી અકાઉન્ટ ખોલાવી શકો છે અને મેક્સિમમ રકમ જમા કરાવાની કોઈ મર્યાદા નથી.

એફડી પર મળે છે શાનદાર વ્યાજ

તે અંતર્ગત 7 દિવસથી એક વર્ષની એફડી પર 5.50 ટકા વ્યાજ મળે છે. 1 વર્ષ 1 દિવસથી લઈને 2 વર્ષની એફડી પર આ જ વ્યાજ મળે છે, તો વળી 3 વર્ષ સુધી એફડી પર પણ 5.50 ટકાના દરથી વ્યાજ મળે છે. 3 વર્ષ એક દિવસથી 5 વર્ષ સુધઈ તેના પર 6.70 ટકા વ્યાજ મળે છે. એટલે કે, એફડી પર સારામાં સારૂ વ્યાજ મળે છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!