GSTV

ઉત્તમ તક/ પોસ્ટ ઑફિસની આ સ્કીમ છે ફાયદાકારક, માત્ર 1 હજારનાં રોકાણથી મળશે મોટું ફંડ

યોજના

ભારતમાં સૌથી વધારે લોકો ઈચ્છે છેકે, તેમની જમા રકમ પર વ્યાજ ભલે ઓછું મળે, પરંતુ તેમની જમા મૂડી સુરક્ષિત રહે. એવાં લોકો માટે પોસ્ટ ઓફિસની આ સ્કીમ બહુજ શાનદાર છે. આ સ્કીમમાં પૈસા સુરક્ષિક રહેવાની સાથે સાથે બેંકનાં વ્યાજ કરતાં વધારે મળે છે. વાસ્તવમાં ભારતમાં પોસ્ટ ઓફિસની સાથે રોકાણકારોને એક વિશ્વાસનો સંબંધ છે.  જો તમે 5 વર્ષ માટે રોકાણ કરવા માંગો છો તો તમારા માટે Post Office Monthly Income Scheme(POMIS) એક સારો વિકલ્પ છે. આ યોજનામાં રોકાણ બાદ દર મહિને એક ફિક્સ્ડ ઈનકમ હશે, અને તમારા પૈસા પણ પુરી રીતે સેફ રહેશે.

પોસ્ટ ઓફિસની મંથલી સેવિંગ્સ સ્કીમ(MIS)માં તમે સિંગલ એકાઉન્ટ દ્વારા ઓછામાં ઓછા 1000 રૂપિયા અને મહત્તમ 4.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. જોઈંટ ખાતામાં મહત્તમ પૈસાની મર્યાદા 9 લાખ રૂપિયા સુધીની છે. એટલેકે, પતિ-પત્ની બંને મળીને જોઈન્ટ ખાતામાં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ યોજના રિટાયર્ડ કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ઘણી ફાયદાકારક છે. એટલું જ નહિ, તમે સગીરનાં નામે પણ આ સ્કીમામાં ડિપોઝિટ કરી શકો છો. પરંતુ એવાં ખાતામાં 3 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં ડિપોઝિટ માટે પોસ્ટઓફિસમાં એક અલગથી POMIS ફોર્મ ભરવાનું હોય છે. આ યોજનામાં રોકાણ કરતાં પહેલાં ગ્રાહકે પોસ્ટઓફિસમાં બચત ખાતું ખોલાવવાનું હોય છે.

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS)માં હાલમાં 6.6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જો બીજા ફિક્સ્ડ ડિપોઝિટ અને વિકલ્પો કરતાં સારું છે. POMISનું ફોર્મ ભરતી વખતે તમારે ઓળખ પત્ર, ઘરના સરનામાનું પ્રૂફ અને બે પાસપોર્ટ સાઈઝનાં ફોટાની જરૂર પડશે. એક નોમિની પણ જરૂર પડશે.

સ્કીમની અવધિ

પોસ્ટ ઓફિસની આ યોજનાની મેચ્યોર થવાની અવધિ 5 વર્ષ છે. જો તમે સમય કરતાં પહેલાં પૈસા ઉપાડો છો તો તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. એક વર્ષની અંદર ઉપાડનો કોઈ પ્રાવધાન નથી. 3 વર્ષ પહેલાં પૈસા ઉપાડવા પર 2 ટકા પેનલ્ટી આપવાની હોય છે. 3 વર્ષથી 5 વર્ષની અંદર ઉપાડવા પર 1 ટકાની રકમ કપાઈ જાય છે.

પોસ્ટ

આ એકાઉન્ટનાં ફાયદા

આ એકાઉન્ટને તમે એકથી બીજી પોસ્ટઓફિસમાં શિફ્ટ કરાવી શકો છો. મેચ્યોરિટીનાં 5 વર્ષ પુરા થઈ ગયા બાદ તમે રકમને ફરીથી રોકાણ કરી શકો છો. તેમાં નોમિની નિયુક્ત કરી શકાય છે. જેથી દુર્ઘટના પર નોમિનીને રકમ મળી શકે, MIS યોજનામાં TDS કપાશે નહી. પરંતુ વ્યાજ પર ટેક્સ આપવાનું હોય છે.

READ ALSO

Related posts

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!