GSTV

કોરોનાકાળમાં કરેલી સેવા આ તબિબોને ફળી, રાજ્ય સરકારે આપી આ મોટી ભેટ

રાજ્ય સરકારે કૉવિડ-19 પેન્ડેમિક સમયગાળામાં રાત – દિવસ જોયા વિના કામ કરી રહેલા તબીબોની કામગીરીની સહાનુભૂતિપૂર્વક સરાહના કરી છે. એટલું જ નહીં ૩૬૨ જેટલા પોસ્ટ ગ્રેજ્યુએશનના ફાઇનલ ઇયર પાસ આઉટ રેસિડેન્ટ ડોક્ટરનું તેમની મેડિકલ કોલેજોમાં જ કેમ્પસ પ્લેસમેન્ટ કરીને જે તે જિલ્લાના કલેક્ટરો દ્વારા તજજ્ઞ તબીબો તરીકે નિમણૂક આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે સરકારી મેડિકલ કોલેજોમાંથી સ્નાતક કે અનુસ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય તેવા તબીબોને બોન્ડ અન્વયે બજાવવાની થતી સેવાઓમાં પણ સારા એવા પ્રમાણમાં છૂટછાટો આપી છે.

બોન્ડ અન્વયે તબીબોને ગ્રામ્ય કક્ષાએ સેવા બજાવવાની થાય છે, તેને બદલે કૉવિડ-19 અંતર્ગત નોટિફાઇડ હોસ્પિટલની સેવાઓને પણ બોન્ડ સેવા તરીકે ગણવામાં આવશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર કોઈપણ તબીબ દ્વારા કૉવિડ-19 નોટિફાઇડ હોસ્પિટલમાં આપવામાં આવેલી સેવાઓને બમણા સમયગાળાની બોન્ડ સેવા તરીકે ગણતરીમાં લેશે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ બોન્ડેડ તબીબે અગાઉની સેવા અધુરી છોડી દીધી હોય અને જો આવા તબીબ કૉવિડ-19 નોટિફાઇડ હોસ્પિટલમાં સેવાઓ બજાવે છે તો તેમની સેવાઓ પણ સળંગ કરી આપવામાં આવશે. કોઈપણ તબીબ દ્વારા ત્રણ વર્ષનો બોન્ડ આપવામાં આવ્યો હોય તો તેઓ તેનું એક વર્ષના બોન્ડમાં રૂપાંતરણ કરાવીને માત્ર છ મહિના માટે કૉવિડ-19 નોટિફાઇડ હોસ્પિટલમાં સેવા બજાવશે તો પણ બોન્ડ મુક્ત થઈ શકશે.

READ ALSO

Related posts

અમદાવાદ મહાનગરપાલિકાએ હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે કર્યો શરૂ, થોડા દિવસોમાં જ જાહેરાત થશે રિપોર્ટ

Nilesh Jethva

રોકની ખામી? આ સ્ટાર્ટ-અપ આપી રહ્યુ છે UPI પર ‘Scan now એન્ડ Pay Later’ નો ઓપ્શન

Ankita Trada

VIDEO: જેને પણ માસ્ક નકામુ લાગતું હોય તેણે આ વીડિયો એક વખત જોઈ લેવો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!