GSTV
Home » News » અમદાવાદના એક પોસ્ટકાર્ડ પ્રેમીએ 1800થી વધારે પોસ્ટ કાર્ડનું કલેક્શન કર્યું

અમદાવાદના એક પોસ્ટકાર્ડ પ્રેમીએ 1800થી વધારે પોસ્ટ કાર્ડનું કલેક્શન કર્યું

10 ઓક્ટોબર વિશ્વ પોસ્ટ કાર્ડ દિવસ. હવેના જમાનામાં પોસ્ટ કાર્ડ લુપ્ત થઇ રહ્યા છે. મેસેજીસ સોશિયલ મીડિયા મારફતે જ આપવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના એક પોસ્ટકાર્ડ પ્રેમીએ 1800થી વધારે પોસ્ટ કાર્ડનું કલેક્શન કર્યું છે. જેમાં બ્રિટીશ સરકાર અને એ અગાઉ રાજવી શાશનના પણ પોસ્ટ કાર્ડનો સમાવેશ થાય છે.

આ છે મહેશ પંડ્યા જેનો વિશેષ શોખ છે પોસ્ટ કાર્ડ કલેક્શનનો 1800થી વધારે પોસ્ટ કાર્ડ એકઠા કર્યા છે જેમાં બ્રિટીશ સરકારથી લઈને રાજવી કાળના પોસ્ટ કાર્ડ પણ એકઠા કરીને સાચવી રાખેલા છે.આ જુઓ પાકિસ્તાન ઈજીપ્ત બાંગ્લાદેશના પણ પોસ્ટ કાર્ડ જોવા મળી રહ્યા છે તો મોરબી, ભાવનગર અને અનેક રાજવી કાળના પોસ્ટ કાર્ડ પણ જોવા મળી રહ્યા છે.

દિવાળી સમયે દેશ ભાવના વખતના પોસ્ટ કાર્ડ તો આઝાદી સમયે જેલમાંથી પત્ર વ્યવહાર થતો ત્યારના પણ પોસ્ટ કાર્ડ છે.  આઝાદી પહેલા સમાચાર પણ પોસ્ટ કાર્ડ મારફતે જ લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા આ તમામ પોસ્ટ કાર્ડનો મહેશ પંડયાએ સંગ્રહ કર્યો છે પોસ્ટ કાર્ડ કલેક્શન માટે તેમને એવોર્ડ પણ મળેલા છે. જેમાં મહેશ પંડ્યાનું નામ લિમ્કા એવોર્ડથી પણ સન્માનિત કરાયુ છે.

આમ તો અત્યારે પોસ્ટ કાર્ડ લુપ્ત થઇ રહ્યા છે પત્ર વ્યવહાર કે મેસેજીસ મોકલવા માટે પણ અત્યારે શોશિયલ મીડિયા કે અન્ય ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. જેના કારણે પોસ્ટ કાર્ડ જોવા મળતા નથી

પોસ્ટ કાર્ડની શરૂઆત 1879માં થઇ હતી અને ત્યારથી જ પોસ્ટ કાર્ડ ચલણમાં આવ્યા હતા પરંતુ હવે આ પોસ્ટ કાર્ડ આ માત્ર શો કેસમાં જ જોવા મળે છે.

મહેશ ભાઈ છેલ્લા 40 વર્ષથી પોસ્ટ કાર્ડ એકઠા કરી રહ્યા છે સૌથી પહેલું પોસ્ટ કાર્ડ તેના હાથમાં મોરબી સ્ટેટનું આવ્યું હતું અને ત્યારથી જ તેણે પોસ્ટ કાર્ડ કલેક્શન કરવાની શરૂઆત કરી હતી. હાલમાં તેની પાસે 1800થી વધારે પોસ્ટ કાર્ડ છે

મહેશ ભાઈને પોસ્ટ કાર્ડ સાથે હસ્ત કલાનો પણ શોખ છે તો તેણે એન્ટીક કોઈન પણ કલેક્ટ કર્યા છે જે તેણે એચ એલ કોલેજ ખાતે આવેલા મ્યુઝીયમમાં આપેલા છે. તો જુના કાયદાના પણ કેટલાક દસ્તાવેજો ગુજરાત લો યુનીવર્સીટી ખાતે બનનાર મ્યુઝીયમમાં મુકવા માટે એમઓયુ કરીને આપેલા છે.

Related posts

મંત્રી બનવાનું સપનું જોતો અલ્પેશ ઠાકોર હવે ધારાસભ્ય પણ ના રહ્યો

Nilesh Jethva

ઉપરાષ્ટ્રપતિએ સુપર 30માં ઋત્વિક રોશનનાં કામના કર્યા વખાણ, સ્પેશલ સ્ક્રિનિંગનાં ફોટોઝ આવ્યા સામે

Path Shah

ગર્લફ્રેન્ડ સાથે જલસા કરી રહ્યો હતો પતિ, પત્ની વીડિયો ઉતારવા લાગી અને જોત જોતામાં તો….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!