હિજાબને લઈને ચાલું થયેલો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને હવે સ્થિતિ હિંસા સુધી પહોંચી ગઈ છે. કર્ણાટકના શિવમોગા ખાતે એક 23 વર્ષના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારબાદ ત્યાં તણાવની સ્થિતિ સર્જાઈ છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે યુવકનું નામ હર્ષ હતું અને તે બજરંગ દળનો કાર્યકર હતો. રાજ્યના ગૃહમંત્રી અરાગા જનેન્દ્રએ જિલ્લાની સ્કૂલો અને કોલેજોને આગામી 2 દિવસ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, 4થી 5 યુવકોએ હર્ષની હત્યા કરી છે. અત્યાર સુધી આ ઘટના પાછળ કોઈ સંગઠનનું નામ સામે નથી આવ્યું. હાલમાં શિવમોગા જિલ્લામાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કંટ્રોલમાં છે. જોકે, કેટલાક લોકોએ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. જિલ્લાના સિગેહટ્ટી વિસ્તારમાં કેટલાક લોકોએ કેટલાક વાહનોમાં આગ ચાંપી દીધી હતી જેને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનાને કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે જે હિજાબ વિવાદને કારણે પહેલેથી જ હતો.
યુવકે હિજાબના વિરોધમાં લખી હતી સોશિયલ મીડિયા પોસ્ટ
પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રે લગભગ 9:00 વાગ્યે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તણાવ વધી ગયો હતો. શિવમોગા શહેરના કેટલાક વિસ્તારમાં ઉપદ્રવ થયો અને ગાડીઓમાં આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ આ કેસને હિજાબ વિવાદથી જોડીને જોઈ રહી છે એનું કારણ એ છે કે, યુવકે થોડા દિવસ અગાઉ જ ફેસબુક પર તેને સબંધિત એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેમણે હિજાબનો વિરોધ કર્યો હતો અને ભગવા ગમછાનું સમર્થન કર્યું હતું. જોકે, પોલીસે આ કેસમાં કોઈ નિવેદન નથી આપ્યું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- વલસાડના ઉમરગામ હાલ ભૂમાફિયાઓ માટે સ્વર્ગ સમાન બન્યો, ભૂમાફિયાઓ ખુલ્લેઆમ સરકારી કચેરીઓમાં શેકી રહ્યા છે પોતાનો રોટલો
- પાકિસ્તાનમાં ગધેડાઓ વધ્યા !, અર્થવ્યવસ્થામાં માણસો કરતા વધુ છે યોગદાન
- અમદાવાદ / વધુ એક બ્રિજ અંગે મહત્વના સમાચાર, રિપેરિંગ કામને લઈ ભારે વાહનો પર 2 મહિના સુધી પ્રતિબંધ
- કૃતિથી લઈને શિલ્પા શેટ્ટી સુધી, આ એકટર્સની પબ્લિક કિસથી સર્જાયો વિવાદ
- હીરોએ ચૂપચાપ લોન્ચ કરી બાઇક, હવે તેનું પોતાનું સ્પ્લેન્ડર જોખમમાં, કિંમત માત્ર આટલી, માઇલેજ 65 KMPL કરતાં વધુ