GSTV

મહત્વના સમાચાર / ગુજરાતના નવા મંત્રીમંડળમાં કયા ચહેરાઓને સ્થાન મળી શકશે, જાણો કયા-કયા છે સંભવિત નામો

cm-cabinet-ministry

Last Updated on September 15, 2021 by Bansari

રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ નવા પ્રધાનમંડળની રચનાને લઈને કવાયત શરૂ થઈ છે. આજે ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના નવા મંત્રીમંડળમાં શપથવિધિ લેનાર નેતાઓના સંભવિત નામો સામે આવ્યાં છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આજ રોજ ગાંધીનગર ખાતે યોજાનાર શપથવિધિમાં આત્મારામ પરમાર, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, સી. કે રાઉલજી, નિમિષા સુથાર, જગદીશ પંચાલ, કિરીટસિંહ રાણા, રાજેન્દ્ર ત્રિવેદી, રમણ પટેલ, ઋષિકેશ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને જીતુ ચૌધરી વગેરે નેતાઓ શપથ લઇ શકે તેવી શક્યતા છે.

kamalam

ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની જે શપથવિધિ આવતી કાલે 16 તારીખના રોજ યોજાવાની હતી તે આજે ગાંધીનગરમાં યોજાશે. તે માટે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે. ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે નવા પ્રધાન મંડળની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ કોણ હશે તેને લઈને સૌ કોઈમાં કુતૂહલ છે. ત્યારે શપથવિધિની ગણતરીના કલાકો પહેલાં જ ગાંધીનગર પહોંચેલા ભાજપના ધારાસભ્યોને શપથવિધિ માટે ફોન કરીને જાણ કરવામાં આવશે. 25થી વધુ ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રધાનમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના પ્રધાનમંડળમાંથી ફક્ત પાંચ કે છ પ્રધાનોનો જ નવી કેબિનેટમાં સમાવેશ થાય તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી

નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાની શક્યતા

અત્રે નોંધનીય છે કે, નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાનું મનાઇ રહ્યું છે જ્યારે કે 12થી 14 જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રધાનમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના પ્રધાનમંડળમાંથી ફક્ત પાંચ કે છ પ્રધાનોનો જ નવી કેબિનેટમાં સમાવેશ થાય તેવી શક્યતા છે.

rajendra trivedi

જાણો શપથવિધિ માટે કયા-કયા સંભવિત નામોની શક્યતા?

  • આત્મારામ પરમાર
  • જગદીશ પંચાલ
  • રાકેશ શાહ
  • દુષ્યંત પટેલ
  • નિમિષા સુથાર
  • સી.કે.રાઉલ જી
  • કિરીટસિંહ રાણા
  • રાજેન્દ્ર ત્રિવેદી
  • રમણ પટેલ
  • ઋષિકેશ પટેલ
  • વિરેન્દ્રસિંહ જાડેજા
  • જીતુ ચૌધરી

READ ALSO :

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!