GSTV
Home » News » સુરતની કોર્ટમાં હસતો હતો નારાયણ સાંઈ પણ દોષિત જાહેર કરતાં સ્તબ્ધ થઇ ગયો, 30મીએ થશે સજા

સુરતની કોર્ટમાં હસતો હતો નારાયણ સાંઈ પણ દોષિત જાહેર કરતાં સ્તબ્ધ થઇ ગયો, 30મીએ થશે સજા

Narayan Sai

સુરત દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ દોષિત થયો છે, 30મી એપ્રિલે સજાની સુનાવણી થશે. આસારામના પુત્ર નારાયણ સાંઈ પર સાધિકાનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. સાધકોની ભીડ એકઠી ન થાય તે માટે કોર્ટની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

ગુજરાતના ખૂબ જ ચર્ચિત નારાયણ સાંઈ બળાત્કાર કાંડમાં સુરત ખાતેની સેશન્સ કોર્ટે  આજે  નારાયણ સાંઈને દોષિત ઠેરવ્યો છે.  આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા કોર્ટ આજે તેને દોષિત ઠેરવ્યો છે.  આ કેસમાં કોર્ટ હવે 30મી એપ્રિલે સજાનું એલાન કરશે. 

સમગ્ર કેસનો ઘટનાક્રમ

6/10/2013 ના રોજ સુરત જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

4/12/2013ના રોજ પોલીસે પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો

4/12/2013 ની સાંજે ફલાઇટ મારફતે સુરત લાવામાં આવ્યો

4/12/2013ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરત કેસમાં ધરપકડ કરી

5/12/2013ના રોજ નારાયણ સાંઈને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

5/12/2013ના રોજ સુરત પોલીસને અલગ અલગ મુદ્દાઓ પર 14 દિવસના રિમાન્ડ મળ્યા

રિમાન્ડ પૂર્ણ થયા બાદ નારાયણ સાંઈ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે

પાંચ વર્ષથી વધુ સમય સુધી ટ્રાયલ ચાલી

કોર્ટે નારાયણ સાંઈને દોષિત ઠેરવ્યો છે.  આજે  સવારે પોલીસ કાફલા સાથે નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. સુરતના જહાંગીરપુરામાં આવેલા આસારામના આશ્રમમાં નારાયણ સાંઈએ તેની સાધિકા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસમાં આજે નારાયણ સાંઈ કોર્ટમાં દોષીત પુરવાર થયો છે. પોલીસ નારાયણ સાંઈને લઈને કોર્ટમાં પહોંચી હતી ત્યારે કોર્ટની અંદર હસતો હતો.પણ દોષિત જાહેર કરતાં સ્તબ્ધ થઇ ગયો હતો. નારાયણ સાંઈને સજાનું એલાન 30મી એપ્રિલે થશે.

Related posts

ગુજરાતમાંથી 26માંથી 26 બેઠક જીત્યા બાદ રૂપાણીના કદમાં વધારો

Dharika Jansari

કોંગ્રેસ તો વિપક્ષમાંથી પણ ગઈ, વર્ષ 2014માં પણ કંઈક આવા હતા હાલાત

Arohi

ગુજરાતમાં 26માંથી 26… 25 બેઠકો પર તો 2014નો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!