GSTV

બદલાઈ જશે ચેક પેમેન્ટને લગતા આ નિયમો, RBI લાવવા જઈ રહ્યું છે આવી સિસ્ટમ

RBI

બેન્કિંગ ફ્રોડ પર શકંજો કસવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) 1 જાન્યુઆરી 2021થી એક નવી સિસ્ટમ લઈને આવી રહી છે. આરબીઆઈએ તેનું નામ ‘પોઝિટિવ પે સિસ્ટમ’(Positive Pay System) રાખ્યું છે. તે હેઠળ ચેક દ્વારા 50,000 રૂપિયા અથવા તેનાથી વધારે પેમેન્ટ પર અમુક જરૂરી જાણકારીઓને ફરી કન્ફર્મ કરવાની રહેશે. જોકે આ એકાઉન્ટ હોલ્ડર પર નિર્ભર કરશે કે તે સુવિધાનો લાભ ઉઠાવે છે કે નહીં. પરંતુ સંભવ છે કે ચેક દ્વારા 5 લાખ અથવા તેનાથી વધારે પેમેન્ટ માટે બેન્ક આ સુવિધાને અનિવાર્ય કરી દે.

કઈ રીતે કામ કરશે પોઝિટિવ પે સિસ્ટમ?

પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ જે વ્યક્તિ ચેક જાહેર કરશે તેમને ઈલેક્ટ્રોનિક માધ્યમથી ચેકની તારીખ, લાભાર્થીનું નામ, લાભલેનાર અને પેમેન્ટની રકમ વગેરે વિશે ફરી જાણકારી આપવાની રહેશે. ચેક જાહેર કરનાર વ્યક્તિ આ જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટનેટ બેન્કિંગ અથવા ATM જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમથી આપી શકે છે.

RBI

ત્યાર બાદ ચેક પેમેન્ટ પહેલા આ જાણકારીઓને ક્રોસ-ચેક કરવામાં આવશે. જો તેમાં કોઈ ગડબડી મળે તો ‘ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ’ (CTS – Cheque Truncation System) દ્વારા તેને ચિન્હિત કરી ડ્રાઈ બેન્ક અને પ્રેઝેન્ટિંગ બેન્કને જાણકારી આપવામાં આવશે. આરબીઆઈએ જણાવ્યું કે આવી સ્થિતિમાં જરૂરી પગલા ભરવામાં આવશે.

પોઝિટિવ પે સિસ્ટમ માટે સીટીએસમાં નવી સુવિધા નેશનલ પેમેન્ચ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ડેવલોપ કરશે. ત્યાર બાદ દરેક બેન્કોને આ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

RBI

લોકોને જાગરૂત કરવા પર પણ જોર

આરબીઆઈએ જણાવ્યું કે પોઝિટિવ પે સિસ્ટમને 1 જાન્યુઆરી 2021થી લાગુ કરી દેવામાં આવશે. સાથે જ બેન્કોને સલાહ આપવામાં આવી છે કે આ ફિચર્સ વિશે લોકોને જાણકારી આપવા માટે પર્યાપ્ત જાગરૂકતા વધાવાની છે. બેન્ક આ કામ એસએમએસ એલર્ટ, બ્રાન્ચેલમાં ડિસ્પ્લે, એટીએમ, વેબસાઈટ અને ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા કરી શકે છે.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!