GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કોરોનાનો આતંકઃ દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા દોઢ લાખને પાર, માત્ર મે મહિનામાં વધ્યા આટલા કેસ

કોરોના

દેશમાં કોરોનાના કેસની સંખ્યા દોઢ લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કે, અત્યાર સુધીમાં 4 હજાર 365 લોકોના મોત થયા છે. ભારતમાં છેલ્લા 26 દિવસમાં 1 લાખ 16 હજાર નવા કેસ સામે આવ્યા છે. એટલે કે, મે મહિનામાં સૌથી વધારે કેસ ભારતમાં નોંધાયા છે. તો માત્ર 10 દિવસમાં એક લાખથી દોઢ લાખ કેસ પહોંચ્યા.

મહારાષ્ટ્ર 54,758 સંક્રમિતો સાથે પ્રથમ ક્રમાંકે

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. 30 એપ્રીલ સુધી આ કેસની સંખ્યા 34 હજાર 866 હતી. મ મહિનામાં આ કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. દેશભરમાં મહારાષ્ટ્ર 54,758 સંક્રમિતો સાથે પહેલા ક્રમે છે જ્યાં 1,792 લોકોએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુ 17,728 સંક્રમિતો સાથે બીજા ક્રમે છે જ્યાં 128 લોકોના મોત થયા છે. ગુજરાત 14,829 દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે. ત્યારે રાજસ્થાનમાં 7 હજાર 536 કેસ, મધ્ય પ્રદેશમાં 7 હજારથી વધુ કેસ નોંધાયા છે.

ભારતમાં રિકવરી રેટમાં સતત સુધારો

સ્વાસ્થ મંત્રાલયનું કહેવુ છે કે, ભારતમાં રિકવરી રેટમાં સતત સુધારો જણાયો છે, વર્તમાન સમયમાં આ પ્રમાણ સુધરીને 41.61 ટકા સુધી પહોંચી ગયો છે. તે સાથે જ મૃત્યુદર 15 એપ્રિલના 3.3 ટકાથી ઘટીને 2.87 ટકા થયો છે, જે વિશ્વમાં સૌથી આછો છે.

દેશમાં મોતની સંખ્યામાં પણ વધારો

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના મહામારીના વધતા કેસો વચ્ચે દેશમાં મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં ગઈકાલે સૌથી વધુ લોકોના મોત થયા હતા. અત્યાર સુધી સૌથી વધારે મોત 26 મેના રોજ થયા છે. 26 મે ના રોજ દેશમાં સૌથી વધારે 170 લોકોના મોત થયા છે. દેશમાં આ પહેલા 24 મેના રોજ 156 લોકોના મોત થયા હતા. એ સાથે 24 મેના રોજ પોઝીટીવ કેસનો આંક પણ 7 હજારને પાર થયો હતો. દેશમાં 24 મેના રોજ સૌથી વધુ 7113 પોઝીટીવ કેસ સાથે 156 લોકોના મોત થયા હતા. તે પછી આજે વધુ 26 મેના રોજ 170 લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ગઈ કાલે સૌથી વધુ એક દિવસીય મોતનો આંક 97 થયો છે. જે અત્યાર સુધીનો કોઈ એક રાજ્યનો સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં આ પહેલા 19 મેના રોજ 76 લોકોના મોત થયા હતા.

કોરોના

મુંબઈમાં મોતનો આંક 100ને પાર થયો તો અમદાવાદમાં 745 થયો

દેશમાં અત્યાર સુધી 4346 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં 1792 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 1972માંથી 1065 મોત ફક્ત મુંબઈમાં થયા છે. બીજા નંબરે પુણેમાં પણ પશ્ચિમ બંગાળ જેટલા લોકોના મોત થયા છે. પુણેમાં 282 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. દેશમાં બીજા નંબરના રાજ્યમાં ગુજરાતમાં 915 લોકોના મોત થયા છે. ગુજરાતમાં સૌથી વધુ અસર અમદાવાદમાં થઈ છે. અમદાવાદમાં 745 લોકોના મોત થયા છે. દિલ્લીમાં પણ 288 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં મોતનો આંક 300ને પાર થયો છે. પશ્ચિમ બંગાળમાં પણ ઓછા કેસ વચ્ચે મોતનો આંક 283ને પાર થયો છે. રાજસ્થાનમાં 172 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. દેશમાં મુંબઈ અને અમદાવાદમાં મોતના આંક સતત વધ્યા છે. મુંબઈમાં મોતનો આંક 100ને પાર થયો તો અમદાવાદમાં 745 થયો છે.

મહામારીનો આંક 1.52 લાખ થયો

દેશમાં લોકડાઉનના ચોથા તબક્કામાં 55 હજારથી વધારે પોઝીટીવ કેસ આવ્યા છે. તો 1300થી વધારે લોકોના મોત પણ થયા છે. દેશમાં ચોથા તબક્કાના હળવા લોકડાઉન વચ્ચે પણ 1319 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના મહામારી સતત વધી રહી છે. દેશમાં કોરોના મહામારીનો આંક 1.51 લાખને પાર થઈ ચૂક્યો છે. દેશમાં અત્યારસુધી 151973 લોકો કોરોનાથી પોઝીટીવ થયા છે. દેશમાં મોતનો આંક પણ 4346 થઈ ચૂક્યો છે. દેશમાં 64294 લોકોમાં કોરોના રિકવર થયો છે. તેમ છતાં હજુ દેશમાં 83322 કેસ હજુ પણ એક્ટિવ છે. છેલ્લા બે અઠવાડિયામાં કોરોના સંક્રમણના આંક ડબલ થયા એ પણ હકિકત છે. દેશમાં 12 મેના રોજ 74 હજાર 330 લોકો સંક્રમિત થયા હતા. છેલ્લા 15 દિવસમાં જ આ આંક ડબલ થયો છે. દેશમાં કોરોનાના કેસ દોઢલાખને પાર થયા છે. દેશમાં 15 મે પછીથી કોરોના સંક્રમણના આંક 4 હજારથી નીચે આવ્યા નથી. દેશમાં છેલ્લા સપ્તાહમાં આંક 5 હજારથી નીચે આવ્યો નથી. દેશમાં 18 મેના 1 લાખનો આંક પાર થતાં 100326 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આજે 1.52 લાખ નજીક આંક થઈ ગયો છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં દર 2 મીનિટથી ઓછા સમયમાં એક વ્યક્તિ થાય છે કોરોનાથી સંક્રમિત, ખરાબ છે સ્થિતિ

Harshad Patel

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel

સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લા પર મોદીના ભાષણ માટે ફક્ત 1500 લોકોને મંજૂરી, શાળાના બાળકો અને NCC કેડેટ્સ પણ નહીં રહે હાજર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!