GSTV

ટ્રેનોમાં કાળ બનીને ફરી રહ્યો છે કોરોના: અલગ અલગ રૂટની ટ્રેનોના મુસાફરોના ટેસ્ટ કરાતા આટલા લોકો આવ્યા પોઝિટીવ

રાજધાની એક્સપ્રેસના 787 મુસાફરોના ટેસ્ટ કરાયા હતાં જેમાંથી 9 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે મુઝફ્ફર એક્સપ્રેસના 420 મુસાફરોના ટેસ્ટ કર્યા હતાં જેમાંથી એક વ્યક્તિ પોઝિટીવ આવ્યો છે. ગોરખપુર એક્સપ્રેસમાં આવેલ 387 મુસાફરો માંથી 6 પોઝિટિવ આવ્યા છે.

કોરોના ટેસ્ટમાં રાજ્ય સરકારે ચાર્જ ઘટાડ્યો

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ રાજ્ય સરકારે કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે રાહત ભર્યા સમાચાર આપ્યા છે. કોરોના ટેસ્ટના ચાર્જમાં રાજ્ય સરકારે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. ખાનગીમાં ટેસ્ટ કરાવશો તો, 1500 રૂપિયા થશે, જ્યારે ઘરેથી ટેસ્ટ કરાવશો 2 હજાર રૂપિયા થશે. અગાઉ ઘરેથી ટેસ્ટ કરવાના 3 હજાર રૂપિયા થતાં હતા.

ગુજરાતમાં કોરોનાની તાજેતરની સ્થિતી

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1364 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1447 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચી ગયો છે. તો હાલમાં 98 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 98,156 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 35 લાખ 23 હજાર 653 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 6,05,246 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,04,753 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 493 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!