લગ્નની સીઝન ચાલી રહૈ છે ત્યારે મહિલાઓ લગ્નપ્રસંગે મોટાભાગે ટ્રેડિશનલ કપડા પહેરવાનું વધારે પસંદ કરે છે. સાથે જ મહિલાઓને ફોટો પડાવવાનો પણ જબરો શોખ હોય છે, અને તેમાં પણ જો તેમણે કોઈ ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા હોય છે તો અવશ્ય જ તેઓને તેમાં સારા સારા ફોટોસ જોતા હોય છે. પરંતુ ઘણી વખત તેઓને સમસ્યા થાય છે કે તેમને ફોટો પડાવવા માટે કોઈ સારા પોઝ મળતા નથી. તે માટે આજે તમને કેટલાક પોઝના આઈડિયા આપીશું જેમાં તમે ખુબ જ સારા ફોટો પડાવી શકો છો.

સિટિંગ ફોટો પોઝ સ્ટાઈલ: ટ્રેડિશનલ આઉટફિટમાં આ રીતે બેસીને પણ ફોટો પાડી શકાય છે. આ પોઝમાં તમારા આઉટફિટ સાથે જ તમારા ફૂટવેર પણ આવી જશે. જેથી તમારે આ પોઝમાં ફોટો પડાવતા સમયે ખાસ ધ્યાન રાખવું કે તમારા ફૂટવેર ફોટાને યોગ્ય છે કે નહીં. આ પોઝમાં તમે કેમેરા સામે કે સાઈડમાં જોતા હોવ તેવી રીતે ફોટો પડાવી શકો છો.

દુપટ્ટા પોઝ: દુપટ્ટોએ ટ્રેડિશનલ આઉટફિટને સુંદર દેખાવ આપવામાં મદદ કરે છે. જો તમે દુપટ્ટા સાથે સારા ફોટો પડાવવા માંગતા હોવ, તો તમે આ એક પોઝમાં પણ ફોટા લઈ શકો છો. દુપટ્ટાને હલાવીને તમે દુપટ્ટાની ડિઝાઈન બતાવી શકશો.

બેક ફોટો પોઝ સ્ટાઇલ: બેક પોઝ મહિલાઓને ખૂબ જ પસંદ આવે છે. તમે લહેંગા પહેરો કે સાડી, આ પ્રકારનો પોઝ કોઈપણ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસ સાથે સારો લાગે છે. આ પોઝમાં તમે તમારી હેરસ્ટાઇલ પણ આવરી શકો છો.

ફ્રન્ટ ફોટો પોઝ: બેક ફોટો પોઝની જેમ જ તમે ફ્રન્ટ ફોટો પોઝ પણ ટ્રાય કરી શકો છો. આમ તમારે કેમેરાની સામે ઉભા રહેવાનું હશે. તમે આમ કેમેરાની સામે કે બાજુની તરફ પણ જોઈ શકો છો.

READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં