GSTV

પોર્ટુગલનાં સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ સજા ટાળવા એટલો ભર્યો દંડ કે…

પોર્ટુગલનાં સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ટેક્સ ચોરી મુદ્દે પોતાની ભૂલ સ્વીકારી છે. સાથે દંડ ભરવા તૈયારી દાખવી છે. તે 18.8 મિલીયન યુરો અંદાજીત 1 અરબ 52 કરોડ રૂપિયાનો દંડ ભરવા તૈયાર થયા છે. સ્પેનિશ અભિયોજકથી સમાધાન કર્યા બાદ રોનાલ્ડોએ દંડ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી અને કેદમૂક્તિ મેળવી હતી.

અહિંસક અપરાધમાં દોષી ઠેરવાતાં જેલની હવા નહિં ખાવી પડે

વકીલોની એક પણ માગ જજે ન સ્વીકારી

રોનાલ્ડો પોતાની ગર્લફ્રેન્ડ જોર્જીના રોડ્રિગ્ઝ સાથે કોર્ટ આવી પહોંચ્યા હતા. તેમને 23 મહિનાની જેલની સજા તો થઈ છે. પરંતુ અહિંસક અપરાધમાં પ્રથમ વખત દોષી ઠેરવાતા જેલની હવા નહીં ખાવી પડે. રોનાલ્ડોનાં રિયલ મેડ્રિડનાં પૂર્વ સાથી જાબી અલોંસો પણ કોર્ટ આવ્યા હતા. તેમનાં પર અલગ કરચોરીનો આક્ષેપ થયો છે. મહત્વનું છે કે જો અલોન્સો દોષિત ઠરશે તો તેમને પાંચ વર્ષની જેલની સજા થશે.

રોનાલ્ડોનાં વકીલોએ કોર્ટ સમક્ષ માગ કરી હતી કે મિડીયા સ્પોટ લાઈટથી બચવા માટે સ્ટાર ફૂટબોલર પોતાની કારમાં બેસીને કોર્ટ પરિસર સુધી પહોંચશે. જો કે કોર્ટે આ માગ ફગાવી હતી. કોર્ટે પોતાનાં અવલોકનમાં જણાંવ્યું હતું કે, રોનાલ્ડો લોકપ્રિય છે પણ કોર્ટની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે. માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબના પૂર્વ ફોરવર્ડે વિડીયો કોન્ફરન્સથી હાજર રહેવાની વિનંતી કરી હતી જેને પણ કોર્ટે નકારી હતી.

પોર્ટુગલ તરફથી સૌથી વધુ મેચ રમવા વાળા ખેલાડી રોનાલ્ડો

રોનાલ્ડો પણ બાદમાં કોર્ટ પહોંચ્યા હતા અને 40 મિનીટ સુધી કોર્ટ પરિસરમાં રહ્યા હતા. રોનાલ્ડોએ પ્રશંસકોને ઓટોગ્રાફ આપ્યા હતા. ત્યાં સુધીમાં જજ સમક્ષ કરાર રજૂ કરાયો હતો. તે પછી જજે ચુકાદો સંભળાવ્યો હતો. મહત્વનું છે કે પ્રથમ વખત અહિંસક અપરાધ માટે રોનાલ્ડોને જેલમાં નહીં રહેવું પડે.

33 વર્ષિય ખેલાડી રોનાલ્ડોએ ગત વર્ષે મૈડ્રિડ છોડીને ઇટલી ચેમ્પિયન ઇવેન્ટ્સ સાથે કરાર કર્યો હતો. રોનાલ્ડો રિયલ મૈડ્રિડનાં સૌથી વધુ ગોલ બનાવવા વાળા ખેલાડી રહ્યા છે. તેમણે 451 વખત ગોલ કર્યા છે. રોનાલ્ડોએ રિયલ મૈડ્રિડને સતત 3 વખત ચેમ્પિયન લીગનું ટાઈટલ જીતાડવામાં મદદ કરી હતી. રિયલ મૈ઼ડ્રિડ વર્ષ 2016, 2017 અને 2018માં ચેમ્પિયન લીગનું વિજેતા બન્યું હતું. પોર્ટુગલ તરફથી સૌથી વધુ મેચ રમવા વાળા ખેલાડી રોનાલ્ડો છે. ફૂટબોલની રમતમાં રોનાલ્ડોએ પોર્ટુગલ તરફ રેકોર્ડબ્રેક 85 ગોલ બનાવ્યાં છે.

Related posts

સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયા ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

JIOનો મોટો ધમાકો, Work From Home માટે લોન્ચ કર્યો ખાસ આ પ્લાન

Arohi

પૃથ્વી પર કોરાના કરતા પણ ઘાતક છે આ વાયરસ, ઝપેટમાં આવ્યા તો મોત નક્કી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!